AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહાનગરમાં પાણીની તંગી! વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, જુઓ Video

Breaking News : મહાનગરમાં પાણીની તંગી! વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, જુઓ Video

| Updated on: Nov 26, 2026 | 7:33 PM
Share

વડોદરાના સમા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની અછત એક ગંભીર સમસ્યા બની છે, જેના કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી આ સમસ્યા યથાવત હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી મળતું ન હોવાથી લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

આ સમસ્યા ખાસ કરીને સ્થાયી સમિતિના ચેરમેનના વિસ્તારમાં જ પ્રવર્તી રહી છે, જે નાગરિકોની નારાજગીનું મુખ્ય કારણ છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ મુદ્દે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.

બીજી તરફ, સ્થાનિક કોર્પોરેટર અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસે જણાવ્યું છે કે સોસાયટીઓમાં જૂની પાણીની લાઈનો અને તેના પર થયેલા દબાણને કારણે પાણી વિતરણમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જોકે, તેમણે સ્થાનિકો સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. આ ગંભીર મુદ્દે સ્થાનિકોને શુદ્ધ પાણી ક્યારે મળશે તે જોવું રહ્યું.

સંવિધાન ગૌરવ દિવસ પર JP નડ્ડાની હાજરીમાં CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી વાત! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">