બે દિવસની તેજી બાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતો પાણીના ભાવે વેચવા લાચાર- Video
ભાવનગર ના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં છેલ્લા બે દિવસમાં તેજી જોવા મળી હતી. પરંતુ હવે ફરી ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને તેમની લાલ ડુંગળી પાણીના ભાવે વેચવી પડી રહી છે.
રાજ્યમાં આ વર્ષે ખેડૂતોની સૌથી વધુ કફોડી સ્થિતિ જોવા મળી છે. એકતરફ અપૂરતો વરસાદ અને પાણીની અછતને કારણે ખેડૂતો પૂરતો પાક લઈ શક્યા નથી. મોંઘા બિયારણો લાવીને ખેડૂતોએ પરસેવો પાડીને જે થોડીઘણી પણ જણસી તૈયાર કરી છે તેના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળી રહ્યો નથી અને ધિરાણના પણ ચૂકવી શકવાની સ્થિતિમાં નથી. આવી જ સ્થિતિ ભાવનગરના મહુવા તાલુકાના ખેડૂતોની છે. મહુવાની લાલ ડુંગળીના ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહાર પણ ઘણી માગ રહે છે. અહીં મોટાભાગના ખેડૂતો લાલ ડુંગળીની ખેતી કરી છે. પરંતુ ડુંગળીના ખેડૂતોને પણ હાલ આ કસ્તુરી રડાવી રહી છે. છેલ્લા બે દિવસમાં ડુંગળીમાં તેજી જોવા મળી હતી. પરંતુ ફરી ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને સાવ નીચા ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો છે.
ખેડૂતોનું કહેવુ છે કે તેઓ જે ભાવે વેચી રહ્યા છે તેમા ના તો ઉત્પાદન ખર્ચ પણ નીકળે તેમ નથી. ખેડૂતોને મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ પણ માથે પડ્યો છે. હવે પરિવહન ખર્ચ પણ માથે ન પડે તેવા ડરથી ખેડૂતો સાવ મામૂલી ભાવે ડુંગળી વેચવા મજબુર બન્યા છે.
Fingerprint Sensor: વ્યક્તિના મૃત્યુ બાદ ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતુ કેમ બંધ થઈ જાય છે? લોક્ડ ફોનનો ડેટા કેવી રીતે મેળવશો- જાણો