Knowledge: પાણીની ટાંકીઓ કેમ કાળી, ગોળાકાર અને પટ્ટાવાળી હોય છે? રસપ્રદ તથ્યો જાણો
Water Tanks Interesting facts: આજે ભારતના લગભગ દરેક ઘર, સોસાયટી અને બિલ્ડિંગોમાં પાણીના સંગ્રહ અને નિયમન માટે પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાણીની ટાંકીઓ લગભગ એક જેવી જ હોય છે. ચાલો જાણીએ આ પાણીની ટાંકી સાથે જોડાયેલી રોચક તથ્યો.


ભારતમાં પહેલા પીવાનું પાણી નદી-કૂવા અને તળાવમાંથી પાત્રમાં ભરીને ઘરે લાવવામાં આવતું હતું. ત્યાર બાદ હેન્ડપંપનો ઉપયોગ પાણીને દૂર દૂરના ગામ સુધી પહોંચાડવા માટે થવા લાગ્યો. અને આજે ભારતના લગભગ દરેક ઘરમાં પાણીની કાળી ટાંકી રાખવામાં આવે છે.

પાણીની ટાંકીનો આકાર ગોળ કેમ ? - ટાંકીનું સિલિંડ્રિકલ આકાર હોવા પાછળનું પ્રાથમિક કારણ પાણીનું દબાણ છે. ગોળાકાર ટેન્કમાં પાણી સમાન રુપમાં વિતરિત થાય છે. તે સાફ રાખવું સરળ છે.

પાણીની ટાંકીનો રંગ કાળો કેમ હોય છે ? - પાણીની ટાંકી અન્ય રંગોમાં પણ જોવા મળે છે. પણ સામાન્ય રીતે કાળી ટાંકીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કાળો રંગ સૂર્યના કિરણોને અવશોષિત કરે છે. તે અન્ય રંગોની ટેન્કોની તુલનામાં બહારની ઠંડીને ધીમું કરે છે.

ટાંકીમાં પર પટ્ટીઓ કેમ હોય છે ? - પાણીની ટાંકીની બહારના ભાગમાં પટ્ટીઓ જોવા મળે છે. તે પાણીની ટાંકીને વધારે ગરમ થવાની અને પાણીના દબાણને કારણે ફાટવાથી રોકી છે.

કાળા રંગને કારણે પાણીની ટાંકી વધારે ઝડપથી ગરમ પણ થાય છે. તેના કારણે પાણીની ટાંકી ફાટી પણ શકે છે. તેનાથી પાણીની કાળી ટાંકીની સૌથી મોટી ઉણપ છે.

































































