શું તમને ખબર છે, તમે રોજ સેંકડો, વખત કોઇની ગર્લફ્રેન્ડનું નામ બોલો છો ?
તમને દુનિયાના કોઈપણ ખૂણે ફોન જોડો, કોલ કનેક્ટ થતા જ સૌથી પહેલા તમને હેલો સાંભળવા મળે છે. અમે દરરોજ સેંકડો વખત હેલો પણ કહીએ છીએ. પરંતુ શું તમે આનું કારણ જાણો છો?


આજના મોબાઇલ યુગના જમાનામાં ટેલિફોનનો ઉપયોગ ખુબ ઓછો થઇ ગયો છે, મોબાઈલના આગમનના કારણે ઘરો અને ઓફિસમાંથી લેન્ડલાઇન ટેલિફોન ગાયબ થઈ ગયા છે. દર વર્ષે 25મી એપ્રિલને રાષ્ટ્રીય ટેલિફોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા ટેલિફોનની નોંધપાત્ર શોધની યાદમાં દર વર્ષે 25 એપ્રિલે રાષ્ટ્રીય ટેલિફોન દિવસ ઉજવવામાં આવે છે.

ફોને આપણું જીવન ખૂબ જ કનેક્ટેડ બનાવી દીધું છે. જ્યારે પણ તમે કોઈને ફોન કરો છો ત્યારે તમારા મોઢામાંથી પહેલો શબ્દ હેલો નીકળે છે. એટલું જ નહીં, ફોન ઉપાડનાર વ્યક્તિ પણ પહેલા હેલો કહે છે. આનું એક ખાસ કારણ છે. જે મોટાભાગના લોકો જાણતા નથી.

આ છે સાચું કારણ, આપણે રોજ ફોન પર વાત કરીએ છીએ પણ હેલો કહેવાનું કારણ નથી જાણતા. ફોનની શોધ કરનાર ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ હેલો હતું.

ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ માર્ગારેટ હેલો હતું. ગ્રેહામ તેને પ્રેમથી હેલો કહેતા. તેની ગર્લફ્રેન્ડનું નામ અમર કરવા માટે, ગ્રેહામે ફોન કર્યા પછી પહેલા હેલો કહેવાનો રિવાજ શરૂ કર્યો. ત્યારથી લઈને અત્યાર સુધી લોકો ફોન કરતાં જ ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ બોલે છે.

હવે આપણામાંથી મોટાભાગના લોકો જાણીએ છીએ કે ફોનની શોધ ગ્રેહામ બેલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તમે જાણતા ન હોત કે ગ્રેહામ માત્ર એટલા પ્રતિભાશાળી ન હતા. તેણે અન્ય ઘણી શોધ પણ કરી, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. મેટલ ડિટેક્ટર બનાવનાર સૌપ્રથમ ગ્રેહામ બેલ હતા. આજે તેનો ઉપયોગ વિશ્વભરમાં સુરક્ષા હેતુઓ માટે થાય છે.






































































