પાણી ગરમ કરવામાં તમારું ગીઝર લઈ રહ્યું છે વધારે સમય, તો નવું ખરીદતા પહેલા આ 6 ટિપ્સ અજમાવો
મોટાભાગવા ઘરોમાં ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ક્યારેક, જૂના ગીઝરને કારણે, પાણી ઝડપથી ગરમ થતું નથી, અને આપણે માની લઈએ છીએ કે તે ખરાબ થઈ ગયું છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય, તો નવું ગીઝર ખરીદવાની જરૂર નથી, આ 6 ટિપ્સ અજમાવી જોજો.

ઠંડીની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. આવામાં મોટાભાગવા ઘરોમાં ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ક્યારેક, જૂના ગીઝરને કારણે, પાણી ઝડપથી ગરમ થતું નથી, અને આપણે માની લઈએ છીએ કે તે ખરાબ થઈ ગયું છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય, તો નવું ગીઝર ખરીદવાની જરૂર નથી. ક્યારેક, જૂના ગીઝરના આંતરિક ભાગોમાં નાની સમસ્યાઓ તેના પ્રદર્શનને અસર કરી શકે છે અને તેના જ કારણે પાણી ઝડપથી ગરમ થતુ નથી. ચાલો ગીઝરને પાણી ગરમ કરવામાં વધુ સમય કેમ લાગે છે અને તેને કેવી રીતે ઠીક કરવું તે જાણીએ.


શિયાળાના આગમન સાથે, દરેક ઘરમાં ગરમ પાણીની જરૂરિયાત વધી જાય છે. ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં, ગીઝર વિના નહાવા, વાસણ ધોવા અથવા અન્ય દૈનિક કાર્યો કરવા અત્યંત મુશ્કેલ બની જાય છે. જેમ મોબાઇલ ફોન, રેફ્રિજરેટર અથવા ટીવીનું આયુષ્ય હોય છે, તેમ ગીઝરનું પણ આયુષ્ય હોય છે. વર્ષોના ઉપયોગથી ગીઝરના આંતરિક ભાગો ઘસાઈ શકે છે. આનાથી તે ખરાબ થઈ શકે છે અને ખતરનાક પણ બની શકે છે.

પાવર સપ્લાય અથવા વોલ્ટેજ સમસ્યાઓ: જો તમારા ઘરમાં વોલ્ટેજમાં વધઘટ હોય, તો ગીઝરને પાણી ગરમ કરવા માટે જરૂરી ઈલેક્ટ્રિશિટી ન પણ મળે. યોગ્ય પાવર સપ્લાયના અભાવથી ગીઝરનું હીટિંગ એલિમેન્ટ તેના નિર્ધારીત ટેમ્પ્રેચર સુધી પહોંચી શકતું નથી, જેના કારણે પાણી ગરમ થવામાં વિલંબ થઈ શકે છે. વોલ્ટેજમાં વધઘટ ટાળવા માટે, તમારા ગીઝર માટે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરો જેથી વોલ્ટેજમાં વધઘટ થાય ત્યારે પણ તે પર્યાપ્ત વોલ્ટેજ પ્રાપ્ત કરી શકે.


આનાથી ક્યારેક પાણી ખરાબ રીતે ગરમ થઈ શકે છે અને ક્યારેક ખૂબ ગરમ પણ થઈ શકે છે. આનાથી ગીઝરની અંદર દબાણ વધી શકે છે, જે ખતરનાક બની શકે છે. આત્યંતિક કિસ્સાઓમાં, ટાંકી ફાટવાનું જોખમ પણ રહે છે. વધુમાં, જો ગીઝર વારંવાર ખરાબ થઈ રહ્યું હોય અને તેને સમયાંતરે મિકેનિકને બોલાવવાની જરૂર પડે, તો તે સ્પષ્ટ સંકેત છે કે ગીઝર જૂનું છે. વારંવાર સમારકામ કરવાને બદલે, નવું, ઉર્જા-કાર્યક્ષમ ગીઝર ખરીદવું વધુ સારું છે.

ગીઝરનું હીટિંગ એલિમેન્ટ ક્યારે બદલવું જોઈએ?: જો તમારું ગીઝર ગરમ થવામાં વધુ સમય લઈ રહ્યું હોય અથવા પાણી યોગ્ય રીતે ગરમ ન કરી રહ્યું હોય, તો હીટિંગ એલિમેન્ટ નબળું હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ટેકનિશિયન દ્વારા તેની તપાસ કરાવો અને જો જરૂરી હોય તો તેને નવા એલિમેન્ટથી બદલો.
લેપટોપને બેડમાં રાખી કેમ ના કરવો જોઈએ ઉપયોગ? 99% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
