Vastu Tips: ‘છૂટાછેડા’ લેવાના દિવસો આવશે! બેડરૂમમાં મૂકેલી આ વસ્તુને તરત જ બહાર કાઢો
પતિ-પત્નીના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતાં રહે તે સ્વાભાવિક છે. જો કે, આ સંબંધોમાં વધુ તણાવ કે માનસિક અસમંજસ જોવા મળે છે, તો એ વાસ્તુદોષનું સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં રાખેલી કેટલીક વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે.

પતિ-પત્નીના જીવનમાં દરેક તબક્કે નાની-નાની વસ્તુઓ મોટી ભૂમિકા ભજવે છે, જેમ ઘરમાં રાખવામાં આવેલી દરેક નાની અને સામાન્ય વસ્તુ લગ્ન જીવનને અસર કરે છે. જો બેડરૂમમાં કોઈ નકારાત્મક વાસ્તુ વિરોધી વસ્તુ રાખવામાં આવે છે, તો તે પતિ-પત્નીના સંબંધો બગાડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, વાસ્તુ અનુસાર એવી કઈ વસ્તુ છે કે જે બેડરૂમમાં ના મૂકવી જોઈએ.

વાસ્તુ મુજબ, બેડરૂમમાં ખોટી દિશામાં મુકાયેલો અરીસો પતિ-પત્નીના સંબંધ પર નકારાત્મક અસર પાડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે અરીસામાં પતિ-પત્નીનું પ્રતિબિંબ જોવાથી તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

વાસ્તુની સાથે જો ગ્રહો અને નક્ષત્રો પણ ખરાબ હોય, ત્યારે પતિ-પત્નીના જીવનમાં અશાંતિ ફેલાઈ જાય છે. વાસ્તુ અનુસાર, અરીસાને કારણે વિપરીત પરિસ્થિતિઓ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો બેડરૂમમાં અરીસો મૂકવામાં આવ્યો હોય, તો પતિ-પત્નીએ રાત્રે સૂતી વખતે તે અરીસાને ઢાંકી દેવો જોઈએ. ટૂંકમાં તેના પર પડદો લગાડી દેવો જોઈએ. બેડરૂમમાં ક્યાંય પણ તૂટેલો કે તિરાડ વાળો અરીસો ન હોવો જોઈએ, જો હશે તો આનાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

અરીસા ઉપરાંત કબાટ રાખવાની જગ્યા, સૂવાની દિશા, ગ્રહોની સ્થિતિ અનુસાર રંગના પડદા અને ચાદરનો ઉપયોગ, આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો શનિ કે રાહુ પતિ કે પત્નીમાંથી કોઈ એક માટે પ્રતિકૂળ સ્થિતિમાં હોય, તો બેડરૂમમાં વાદળી રંગની ચાદર અને પડદા પ્રતિકૂળ અસર કરે છે.

અરીસાની જેમ જ કબાટ ક્યાં મૂક્યું છે, સૂવાની દિશા શું છે અને બેડરૂમમાં ગ્રહોની સ્થિતિ અનુસાર કેવા રંગના પડદા કે ચાદરનો ઉપયોગ કરાયો છે, આ બધું પતિ-પત્નીના સંબંધોને અસર કરે છે.

ઉદાહરણ તરીકે, જો શનિ કે રાહુ પતિ-પત્નીમાંથી કોઈ એકના માટે પ્રતિકૂળ હોય, તો બેડરૂમમાં વાદળી રંગના પડદા કે ચાદર વાપરવાથી સંબંધોમાં તણાવ વધી શકે છે.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.
