વારંવાર સ્પામ કોલ્સ મેળવવાથી કંટાળી ગયા છો ? તેમને બ્લોક કરવાની કેટલીક સરળ રીતો અહીં છે
સ્પામ કોલ્સ આજે મોબાઇલ યુઝર્સ માટે મોટી સમસ્યા બની ગયા છે. ઘણી વખત તે વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેથી, આવા કોલ્સને રોકવા અથવા બ્લોક કરવા ખૂબ જ જરૂરી છે.

સ્પામ કોલ્સ મોબાઇલ વપરાશકર્તાઓ માટે માથાનો દુખાવો બની ગયા છે. તમે કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હો ત્યારે અચાનક ફોન વાગે છે અને કોલ ઉઠાવતા ખબર પડે છે કે કોઈ કંપની પોતાની સ્કીમ કે કાર્ડ વિશે વાત કરી રહી છે. આવી પરિસ્થિતિ વારંવાર થાય તો માણસ કંટાળી જાય છે અને અજાણ્યા નંબરના કોલ્સ લેવાનું ટાળે છે. જો તમે પણ આવા સ્પામ કોલ્સથી પરેશાન છો, તો તેમને રોકવાની સરળ રીતો જાણવી જરૂરી છે. ( Credits: AI Generated )

ટેલિકોમ કંપનીઓ “ડુ નોટ ડિસ્ટર્બ” (DND) નામની સેવા આપે છે, જેના થકી તમે અનિચ્છનીય કોલ્સ અટકાવી શકો છો. આ સેવા ચાલુ કરવા માટે તમે તમારા સેવા પ્રદાતાને મેસેજ મોકલી શકો છો અથવા તેમની વેબસાઇટ પર જઈને પણ સરળતાથી સક્રિય કરી શકો છો. ( Credits: AI Generated )

સેમસંગ સહિત ઘણા સ્માર્ટફોનમાં પહેલેથી જ સ્પામ કોલ્સ ઓળખવાની અને ફિલ્ટર કરવાની સુવિધા આપવામાં આવી હોય છે. આ ફીચરનો ઉપયોગ કરવાથી અનિચ્છનીય કોલ્સને ઘણાં અંશે અટકાવી શકાય છે અને તમે આ સમસ્યાથી બચી શકો છો. ( Credits: AI Generated )

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઘણી એવી એપ્સ ઉપલબ્ધ છે, જે કોલર ઓળખવાની સુવિધા આપે છે. આ એપ્સની મદદથી તમે સ્પામ કોલ્સ સરળતાથી ઓળખી શકો છો અને જરૂર પડે તો તે નંબરને બ્લોક પણ કરી શકો છો. ( Credits: AI Generated )

જો તમને અજાણ્યા નંબર પરથી સ્પામ અથવા માર્કેટિંગ કોલ આવે, તો તમે સંચાર સાથી પોર્ટલ પર તેની ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે પોર્ટલ પર જઈ નાગરિક કેન્દ્રી સેવાઓ પર ટેપ કરો. પછી 'રિપોર્ટ સસ્પેક્ટેડ એન્ડ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ' પર ક્લિક કરો. ત્યારબાદ એક નવું પેજ ખુલશે, જ્યાં તમે જરૂરી માહિતી ભરીને ફરિયાદ નોંધાવી શકો છો. ધ્યાન રાખો કે ફરિયાદ કરવા માટે તમારા પાસે સંબંધિત કોલનો સ્ક્રીનશોટ હોવો જરૂરી છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
