AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં મગફળીનું વિપુલ ઉત્પાદન છતા, સિંગતેલના ભાવ ભડકે બળ્યા, 3000ને પાર થયો ડબ્બો

Breaking News : ગુજરાતમાં મગફળીનું વિપુલ ઉત્પાદન છતા, સિંગતેલના ભાવ ભડકે બળ્યા, 3000ને પાર થયો ડબ્બો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2026 | 11:43 AM
Share

દિવાળી સમયે સીઝનની શરૂઆત કરતા હાલમાં સીંગતેલના ભાવમાં 300 થી 350 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. સરકાર દ્વારા મગફળી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તો ભાવ ઘટી શકે છે તેમ સિંગતેલ સાથે સંકળાયેલા વેપારીઓનુ કહેવું છે.

ગુજરાતમાં આ વર્ષે ખરીફ સિઝન દરમિયાન મગફળીનું વિપુલ માત્રામાં ઉત્પાદન થયું હોવા છતા, સિગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે. છેલ્લા 25 દિવસમાં જ સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા 200થી 225નો ભાવ વધારો થવા પામ્યો છે.

આ વર્ષે ગુજરાતમાં મગફળીનુ ઉત્પાદન, ગયા વર્ષની સરખામણીએ 20થી 25 ટકા જેટલું વધ્યું છે. ગયા વર્ષે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન 60 લાખ ટન જેટલું નોંધાયુ હતુ. જો કે ગયા વર્ષે થયેલ કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. પિલાણમાં આવતી મગફળીમાં ભેજનું પણ પ્રમાણ જોવા મળતુ હતું. પરિણામે સિંગતેલના ભાવ ડબ્બે વધ્યા હતા. જો કે, આ વર્ષે મગફળીનો પાક વિપુલ માત્રામાં થયો હોવા છતા, સિગતેલના ડબ્બાનો ભાવ 3000ને પાર થયો છે.

દિવાળી સમયે સીઝનની શરૂઆત કરતા હાલમાં સીંગતેલના ભાવમાં 300 થી 350 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. સરકાર દ્વારા મગફળી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તો ભાવ ઘટી શકે છે તેમ સિંગતેલ સાથે સંકળાયેલા વેપારીઓનુ કહેવું છે. માત્ર સિંગતેલમાં જ નહીં, કપાસિયા સહિતના અન્ય ખાદ્યતેલોમાં પણ પ્રતિ ડબ્બે રૂપિયા 200 થી 300 નો વધારો જોવા મળે છે. સામાન્ય નાગરિકોને એવી શંકા છે કે, ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે.

(With input Mohit Bhatt- Rajkot)

 

પીએમ મોદી એક દિવસ માટે, 31મી માર્ચે આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">