ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ, રોકડ અને દાગીના ચોરાયા, જુઓ CCTV Video
વલસાડના ઉમરગામમાં એક વૃદ્ધાને બંધક બનાવી હથિયારની અણીએ લૂંટ કરવામાં આવી છે. સંજાણ બંદર રોડ પર આવેલા બંગલામાંથી 90 હજાર રોકડા અને દાગીનાની ચોરી થઈ.
વલસાડના ઉમરગામમાં હથિયારની અણીએ લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. સંજાણ બંદર રોડ પર આવેલા એક બંગલામાં એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવી તસ્કરોએ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ 90 હજાર રોકડા અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, મોડી રાત્રે અંદાજે બે થી અઢી વાગ્યાના સુમારે બુકાનીધારી શખ્સોએ બારી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. વૃદ્ધાના રૂમમાં ઘૂસીને તેમણે ચાકુ બતાવીને ધમકી આપી હતી કે જો અવાજ કરશે તો મારી નાખશે. વૃદ્ધાએ જણાવ્યું હતું કે તેઓ ઘરમાં એકલા રહે છે અને તેમના છોકરાઓ બહાર છે. લૂંટ બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાએ સવારે પાંચ વાગ્યે તેમના ભત્રીજાને ફોન કરીને જાણ કરી હતી, જેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
