ભાજપના નેતાનો ભાઈ એટલે કાયદાથી ઉપર? રિવોલ્વર અને ધારિયા સાથે સિક્યુરિટી જવાન પર હુમલો કર્યો, ખાખી કેમ કઈ ના કરી શકી? – જુઓ Video
વડોદરાના કરજણમાંથી ભાજપના અગ્રણી નેતાના ભાઈની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાજપ નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર પર સિક્યુરિટી જવાન પર ધારિયા વડે હુમલો કરવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
વડોદરાના કરજણમાંથી ભાજપના નેતાના ભાઈની ગુંડાગીરીનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ‘ભાજપ નેતા’ ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર પર સિક્યુરિટી જવાન પર જીવલેણ હુમલો અને હવામાં ફાયરિંગ કર્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે.
આરોપ છે કે, રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફેક્ટરી ધરાવતા વ્યક્તિ પોતાનો સામાન કાઢવા માટે સિક્યુરિટી એજન્સી સાથે ત્યાં પહોંચ્યા હતા. જો કે, તેઓ ફેક્ટરીમાં પ્રવેશે તે પહેલા જ પ્રવેશદ્વાર પર કલ્પેશ ડાંગરે સિક્યુરિટી એજન્સીના લોકો પર ધારિયા વડે હુમલો કર્યો હતો.
આટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, કલ્પેશે રિવોલ્વર કાઢીને પોલીસની હાજરીમાં જ હવામાં ફાયરિંગ કરી ધમાલ મચાવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી જવાનને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુરતમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી! તંત્ર ઊંઘતું રહ્યુંને કોન્ટ્રાક્ટરો ફાવી ગયા, શું આ જ છે સરકારી કામની ગુણવત્તા? જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

