AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આશિષ નેહરાનું મોટું નિવેદન કહ્યું અમે એવી ટીમ બનાવવા માંગીએ જે કોઈ પણ પરિસ્થિતિમાં જીતી શકે

Breaking News : આશિષ નેહરાનું મોટું નિવેદન કહ્યું અમે એવી ટીમ બનાવવા માંગીએ જે કોઈ પણ પરિસ્થિતિમાં જીતી શકે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 2:46 PM
Share

આઈપીએલ 2026ની સીઝન શનિવારથી ધમાકેદાર શરુ થઈ રહી છે. આ પહેલા ઈમ્પૈક્ટ પ્લેયરના નિયમને લઈ અનેક વિવાદો થયા હતા. દિલ્હી અને મુંબઈના કેપ્ટન પણ આ નિયમને લઈ દુખી છે. તો ગુજરાત ટાઈટન્સના કેપ્ટન અને કોચના આ નિયમને લઈ અલગ વિચારો છે.

શનિવાર 28 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ 31 માર્ચના રોજ પજાબ કિંગ્સ સામે છે. આ મેચમાં ચંદીગઢ જતા પહેલા ગુજરાત ટાઈટન્સે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ. જેમાં કોચ આશિષ નેહરા અને કેપ્ટન શુભમન ગિલ સામેલ થયા હતા. આ દરમિયાન બંન્નેએ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને લઈને પણ સવાલો કરવામાં આવ્યા હતા.

 

 

 

સિઝનમાં ટ્રોફી જીતવાનો વિશ્વાસ

IPL ની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે ત્યારે આગામી 4 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાનારી મેચને લઈ ગુજરાત ટાઇટન્સની ટીમ સ્ટેડિયમ પહોંચી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમના કેપ્ટન શુભમન ગીલે આ સિઝનમાં ટ્રોફી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગિલે જણાવ્યું કે દરેક મેચમાં 200 રન કરવાનો પ્રયાસ રહેશે,

 

ગિલે પોતાની ટિમ અંગે કહ્યું કે, આ વર્ષે પણ સાઈ સુદર્શન ઓપનિંગમાં જોવા મળશે. બીજી તરફ ટીમના હેડ કોચ આશિષ નેહરા એ પીચ વિવાદ પર કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ ક્યારેય હોમ ગ્રાઉન્ડ માટે ફાયદાકારક પીચની માંગ કરતી નથી. ટીમનું લક્ષ્ય એવી સ્ક્વોડ તૈયાર કરવાનો છે જે કોઈપણ મેદાન અને પરિસ્થિતિમાં જીત મેળવી શકે. આમ ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર જોવા મળી.

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે.  અહી ક્લિક કરો

Published on: Mar 27, 2026 01:01 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">