AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મારી પાસે બોમ્બ છે, તેમ એક યુવકે કહેતા જ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ દોડાદોડી, જુઓ વીડિયો

Breaking News : મારી પાસે બોમ્બ છે, તેમ એક યુવકે કહેતા જ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ દોડાદોડી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 11:05 AM
Share

ગુજરાતમાં છેલ્લા કેટલાસ સમયથી બોંબ હોવાની વાત પોલીસ કે લાગતાવળગતા તંત્રને કહેવામાં આવે છે. જેની સઘન તપાસ બાદ અફવા સાબિત થાય છે. જો કે આ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તેની સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાસ સમયથી બોંબ હોવાની વાત પોલીસ કે લાગતાવળગતા તંત્રને કહેવામાં આવે છે. જેની સઘન તપાસ બાદ અફવા સાબિત થાય છે. જો કે આ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તેની સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આવા સમયે, આજે સુરત એરપોર્ટ પર એક યુવકે પોતાની પાસે બોંબ હોવાની વાત કરીને, સીઆઈએસએફ, સુરત પોલીસ સહીતના સમગ્ર એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને દોડતી કરી મૂકી હતી.  સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની વાતથી એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે સામે આવેલ માહિતી પ્રમાણે, એક યુવકે એરપોર્ટ સ્ટાફને જણાવ્યું હતું કે, તેની પાસે બોમ્બ છે. જેના પગલે એરપોર્ટ સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો.

સુરત એરપોર્ટ સ્ટાફે, આ ઘટનાની જાણ કરતા જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. પોતાની પાસે બોમ્બ હોવાની વાત કરનાર શંકાસ્પદ યુવકની તલાશી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન યુવક પાસે કોઈપણ પ્રકારની વાંધાજનક અથવા વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. જેના પગલે પોલીસ અને એરપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

આ મામલે ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી હતી અને તેની સામે વધુ પુછપરછ અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં, યુવકે પોતાની પાસે બોમ્બ હોવાની જે વાત કરી હતી તે માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે, આમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ ના લઈને સમગ્ર મામલે સુરત એરપોર્ટ પર ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.

Breaking News : અરવિંદ કેજરીવાલે અમરેલીમાં સંબોધી જાહેરસભા, સરકાર બનશે તો મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા આપ્યું વચન

Published on: Mar 27, 2026 11:00 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">