ભારત એક અનોખું રાજ્ય છે. અહીં એક-એક પગલે એક નવી સંસ્કૃતિ અને નવી ભાષા જોઈ શકાય છે. અમે અહીં ભારતના એક એવા રાજ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દુકાનો માત્ર ભરોસા પર ચાલે છે. અહીંની દુકાનોમાં કોઈ દુકાનદાર નથી. IAS Awanish Sharan ટ્વીટ કરીને આ દુકાનો વિશે જાણકારી આપી છે. ચાલો જાણીએ આ રાજ્ય અને અહીંની દુકાનો વિશે.
ભારતમાં આવેલા મિઝોરમ રાજ્યમાં હાઈવે પર શાકભાજી અને ફળોની દુકાનો આવેલી છે. આ દુકાનોમાં કોઈ દુકાનદાર નથી. અહીં એક લાકડી પર માત્ર કિંમત લખાયેલું નાનું બોર્ડ લટકેલું રહે છે અને પૈસા મૂકવા માટે એક બોક્સ રહે છે.
સેલિંગ એ મિઝોરમની રાજધાની આઇઝોલથી 200 કિમી દૂર એક નાનું શહેર છે. આ દુકાનોની ચર્ચા અવાર-નવાર સોશિયલ મીડિયા પર રહેતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આજ સુધી આ દુકાનોમાં ક્યારેય ચોરી થઈ નથી.
મિઝોરમમાં, આ સંસ્કૃતિને 'Nghah-lou-Dawr' કહેવામાં આવે છે. આ દુકાનો કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. હાઈ-વેની બાજુમાં બનેલી આ દુકાનોમાં શાકભાજી, ફળો ઉપરાંત માછલીઓ પણ વેચાય છે.
જેને સામાન ખરીદવો હોય તે દુકાનમાં રાખેલી થેલીમાં તેટલા પૈસા નાખે છે અને પછી ત્યાંથી વસ્તુઓ લઈ જાય છે. આ દુકાનો ચલાવવા પાછળનું કારણ એ છે કે જો દુકાનદારો દુકાનો પર બેસવા લાગે તો તેમની પાસે ખેતી માટે સમય જ નહીં રહે.