AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરે જ પાર્લર જેવું પેડિક્યોર, સિંધવ મીઠું અને ગુલાબની પાંખડીઓથી પગ ચમકશે અને ફાટેલી એડીઓ બનશે એકદમ મુલાયમ

શું તમે પણ પેડિક્યોરમાં માત્ર સ્ક્રબિંગ પર જ ધ્યાન આપો છો? જાણો ગરમ પાણીમાં સિંધવ મીઠું, એપ્સમ સોલ્ટ કે જેલી ઉમેરીને પગની ડેડ સ્કીન દૂર કરવાની અને થાક મટાડવાની સાચી રીત.

| Updated on: Aug 15, 2026 | 3:38 PM
Share
પેડિક્યોર કરતી વખતે સામાન્ય રીતે મોટાભાગના લોકો માત્ર સ્ક્રબિંગ પર ધ્યાન આપે છે જેથી ડેડ સ્કીન નીકળી જાય. પરંતુ પેડિક્યોરનું સૌથી મહત્વનું સ્ટેપ છે ફૂટ સોક (Foot Soak), એટલે કે જે પાણીમાં પગ પલાળવામાં આવે છે તે. જો નવશેકા ગરમ પાણીમાં માત્ર શેમ્પૂ નાખવાને બદલે યોગ્ય કુદરતી વસ્તુઓ ઉમેરવામાં આવે, તો પગ સાફ થવાની સાથે શરીરનો થાક પણ દૂર થાય છે.

1 / 8
ફૂટ સોકથી પગને શું ફાયદા થાય છે? પગની ત્વચા અત્યંત મુલાયમ બને છે. ડેડ સ્કીન અને કઠણ એડીઓ સરળતાથી સાફ થાય છે. પગનો દુખાવો અને શરીરનો થાક દૂર થાય છે. બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને પગની રંગત નિખરે છે. દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા દૂર થાય છે.

2 / 8
પેડિક્યોર માટે શ્રેષ્ઠ ફૂટ સોક વિકલ્પો: 1. એપ્સમ સોલ્ટ (Epsom Salt): નવશેકા પાણીમાં બે ચમચી એપ્સમ સોલ્ટ નાખીને 20 મિનિટ પગ પલાળી રાખવા. તેમાં રહેલું મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપે છે અને સોજો ઓછો કરે છે. જે લોકો લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરે છે, રમતવીરો છે કે જીમ જાય છે તેમના માટે આ બેસ્ટ છે.

3 / 8
2. જેલી પેડિક્યોર (Jelly Pedicure): આજકાલ સલૂનમાં જેલી પેડિક્યોર ખૂબ લોકપ્રિય છે. આ પાવડર પાણીને જેલીમાં ફેરવી દે છે, જેમાં એલોવેરા, ગ્લિસરીન અને એસેન્શિયલ ઓઇલ હોય છે. તે પાણીની ગરમી લાંબો સમય જાળવી રાખે છે અને ખૂબ જ ડ્રાય કે ફાટેલી એડીઓને ઝડપથી સોફ્ટ બનાવે છે.

4 / 8
3. સિંધવ મીઠું (Rock Salt): પાણીમાં સિંધવ મીઠું નાખીને પગ પલાળવાની રીત ખૂબ જૂની અને અક્સીર છે. તે ત્વચાને ડીટોક્સ કરે છે અને સ્નાયુઓનું ખેંચાણ દૂર કરે છે. આ સિવાય તે નખની પીળાશ દૂર કરે છે, ફંગસથી બચાવે છે અને કઠણ એડીઓને નરમ પાડે છે.

5 / 8
4. ગુલાબની પાંખડીઓ (Rose Petals): પાણીમાં તાજી ગુલાબની પાંખડીઓ ઉમેરવાથી એરોમાથેરાપી જેવો અનુભવ થાય છે. તે સ્ટ્રેસ દૂર કરીને મૂડ સારો બનાવે છે, પગને ગુલાબી નિખાર આપે છે અને ત્વચાને ઠંડક પહોંચાડે છે.

6 / 8
5. બેકિંગ સોડા અને સરકો (વિનેગર): જો પગમાંથી વારંવાર પરસેવો કે દુર્ગંધ આવતી હોય, તો ચોમાસામાં આ મિશ્રણ ખૂબ ઉપયોગી છે. લાંબા સમય સુધી શૂઝ પહેરનારા લોકો માટે આ બેસ્ટ એક્સફોલિએટર છે.

7 / 8
જો પગમાં કોઈ કાપો પડ્યો હોય, લોહી નીકળતું હોય, ખરજવું (એક્ઝિમા) કે ફંગલ ઇન્ફેક્શન હોય, તો આવા ઘરેલુ સોકનો ઉપયોગ કરતા પહેલા સ્કીન સ્પેશિયાલિસ્ટ (ડર્મેટોલોજિસ્ટ) ની સલાહ લેવી જરૂરી છે.

8 / 8

Dry Skin Care: રોજ ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી શું થાય છે? જાણો ત્વચા માટે તેના અદ્ભુત ફાયદા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">