રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની ઋતુમાં પ્રાણી-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ, જુઓ ફોટો

પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેના પ્રાણી-પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા કદના પ્રાણીઓ (સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે) આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલા છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Apr 09, 2024 | 3:27 PM
રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે.

1 / 5
 જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે.

2 / 5
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 564 વન્યપ્રાણી છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે.

3 / 5
હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતી અનુસાર ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

4 / 5
 આ ઉપરાંત ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓમાં ગરમીના કારણે Diarrhoea – Dehydrationના થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓમાં અંદાજે 10% જેટલો ખોરાકમાં ઘટાડો નોંધાય છે. જ્યારે સરીસૃપ પ્રજાતીના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વિગેરેમાં દૈનીક ખોરાકમાં વધારો નોંધાય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">