રાજકોટમાં PM મોદીનો ભવ્ય રોડ-શો, વડાપ્રધાનને ઉમંગભેર આવકારતા રાજકોટવાસીઓ, જુઓ ફોટા

રાજકોટ ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. લોકલાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત વિશાળ જનમેદનીનું પ્રધાનમંત્રી મોદીએ સહર્ષ અભિવાદન ઝીલ્યું હતું.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Feb 25, 2024 | 6:50 PM
રાજકોટ ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. લોકલાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

1 / 5
જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના સમગ્ર માર્ગમાં  ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાજકોટવાસીઓએ પ્રધાનમંત્રીને ઉમંગભેર આવકાર્યા હતા.

2 / 5
માર્ગમાં ઠેર-ઠેર શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. તો ઉપસ્થિત વિશાળ જનમેદનીનું પ્રધાનમંત્રી મોદીએ સહર્ષ અભિવાદન ઝીલ્યું હતું.

3 / 5
રોડ શોમાં સમગ્ર રૂટ પર "મોદીજી આપકા સ્વાગત હૈ"ના હર્ષનાદો સાંભળવા મળ્યા હતા. પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો.

4 / 5
પ્રધાનમંત્રીના રોડ શોમાં રાજકોટની ભૂષણ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન અને દેશભક્તિની થીમ આધારિત ગીત પર નૃત્ય રજૂ કરતા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">