પંજાબના રાજકારણના ‘બાહુબલી’ ખાનદાન બાદલ પરિવાર રહ્યું છે દશકોથી સતત ચર્ચામાં, જુઓ photos
પંજાબના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal) અને તેમના પરિવારની દરેક જગ્યાએ ચર્ચા છે. તેમનો પરિવાર દાયકાઓથી રાજકારણનો મહત્વનો ભાગ રહ્યો છે. પ્રકાશ સિંહ બાદલ પંજાબના આઠમા મુખ્યમંત્રી હતા.


1947માં પ્રકાશ સિંહ બાદલે રાજકારણમાં પગ મૂક્યો હતો. પરંતુ તેમણે વર્ષ 1957માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી.

પ્રકાશ સિંહ બાદલના પુત્ર સુખબીર સિંહ બાદલ પંજાબના ડેપ્યુટી સીએમ હતા. સુખબીર સિંહ 11મી અને 12મી લોકસભામાં ફરીદકોટથી સતત જીત્યા હતા.

સુખબીરની પત્ની હરસિમરત કૌર બાદલ એક ભારતીય રાજકારણી અને ભારત સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભટિંડાથી લોકસભામાં સાંસદ છે. તે શિરોમણી અકાલી દળ પાર્ટીના સભ્ય છે.

ગુરદાસ સિંહ બાદલ એક ભારતીય રાજકારણી અને સંસદસભ્ય હતા. તેમનો જન્મ ફિરોઝપુર જિલ્લાના અબુલખારાનામાં થયો હતો. તેઓ પ્રકાશ સિંહ બાદલના ભાઈ હતા. તેઓ શિરોમણી અકાલી દળના સભ્ય તરીકે ફાઝિલ્કા મતવિસ્તારમાંથી 1967માં સાતમી લોકસભામાં ચૂંટાયા હતા.

પ્રકાશ સિંહ બાદલની પુત્રી પરનીત કૌરના લગ્ન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રતાપ સિંહ કૈરોનના પુત્ર સાથે થયા છે. (Image Credit - Social Media)






































































