કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, જેને ભારતમાં રાજ્ય ફળનો દરજ્જો પણ મળ્યો છે. જો કે દુનિયામાં કેરીની ઘણી જાતો છે. ભારતમાં કેરી ખાવાના ઘણા શોખીન લોકો છે. આજે અમે તમને એક એવી કેરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.
મધ્યપ્રદેશમાં પણ એક વ્યક્તિએ પોતાના બગીચામાં આ કેરીનું ઝાડ વાવ્યું છે, જેની સુરક્ષા માટે 4 ગાર્ડ અને ખતરનાક કૂતરાઓની નિમણૂક કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સંકલ્પ પરિહાર છે, જે જબલપુરનો રહેવાસી છે. આ કેરી 'Taiyo no Tamago' અથવા મિયાઝાકી કેરી તરીકે ઓળખાય છે, જેને 'Egg of the Sun' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કેરીને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવે છે, જે મૂળ જાપાનના મિયાઝાકીમાં જોવા મળે છે, પરંતુ હવે લોકો ભારત સહિત અન્ય ઘણી જગ્યાએ આ કેરી ઉગાડવા લાગ્યા છે.
આ કેરીની કિંમત 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. થોડા વર્ષો પહેલા આ કેરીની એક જોડી જાપાનમાં લગભગ 2 લાખ 72 હજાર રૂપિયામાં વેચાતી હતી, જેમાંથી એક કેરીનું વજન 350 ગ્રામ હતુ.
આ કેરીની વિશેષતા એ છે કે તે અડધી લાલ અને અડધી પીળી હોય છે. જાપાનમાં આ કેરી ઉનાળા અને શિયાળા વચ્ચેની સિઝનમાં ખાસ ઓર્ડર પર તૈયાર કરવામાં આવે છે. આ કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે.