Viral Photos : પેન્ટ પહેર્યા વગર મેટ્રો સ્ટેશન પહોંચ્યા યુવક-યુવતીઓ, જાણો વાયરલ ફોટો પાછળની હકીકત
No Trousers Tube Ride 2023: સોશિયલ મીડિયા પર હાલમાં લંડનના મેટ્રો સ્ટેશનના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ ફોટોમાં યુવક-યુવતીઓ પેન્ટ વગર જોવા મળી રહ્યાં છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

લંડનમાં હાલમાં એક વિચિત્ર ઘટના બની હતી. રોજની જેમ મેટ્રોમાં યાત્રા કરનારા યાત્રીઓ હાલમાં પેન્ટ વગર જોવા મળ્યા હતા. આ ઘટના માત્ર લંડનમાં જ નહીં પણ દુનિયાના 60 દેશોમાં ઘટી હતી.

'નો ટ્રાઉઝર્સ ડે'ની ઉજવણીના ભાગ રુપે યુવક-યુવતીઓ પેન્ટ વગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. એક ખાનગી સંસ્થા દ્વારા 'નો પેન્ટ અભિયાન' જેવા વિચિત્ર અભિયાનની શરુઆત કરવામાં આવી હતી.

વાયરલ થઈ રહેલા ફોટો અને વીડિયોમાં અનેક યુવક-યુવતીઓ પેન્ટ વગર જોવા મળી રહ્યાં છે. તેઓ સાથે મળીને આ 'નો ટ્રાઉઝર્સ ડે'ની વિચિત્ર ઉજવણી કરતા જોવા મળી રહ્યાં છે.

એક રિપોર્ટ અનુસાર, આ ઉજવણીમાં ભાગ લેનાર વ્યક્તિએ એવું દેખાડવાનું હોય છે કે તે ટ્રાઉઝર પહેરવાનું ભૂલી ગયો છે.

ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓોસ્ટ્રિયા, જર્મની, ચેક રિપબ્લિક સહિત 60 દેશમાં આ ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર આ 'નો ટ્રાઉઝર્સ ડે'ની ઉજવણીના ફોટો ભારે વાયરલ થઈ રહ્યાં છે.