Mantra Power for Kids : બાળકોને આત્મવિશ્વાસથી ભરી દેશે આ બેસ્ટ 6 મંત્ર, દરેક મુશ્કેલીનો કરશે હિંમતથી સામનો
મંત્રો માત્ર ધાર્મિક પાઠ નથી, પરંતુ એક શક્તિશાળી ઊર્જા છે, જે વ્યક્તિના મન અને આત્માને શાંત કરે છે. જ્યારે બાળક આવા મંત્રો સાથે સંકળાય છે, ત્યારે તે અંદરથી મજબૂત બને છે અને પોતાની જાત સાથે વધુ નજીકથી જોડાય છે.

આજકાલના બાળકો માત્ર પાઠ્યપુસ્તકોમાંથી જ નહીં,પણ જીવનમાં મળતા અનુભવ, સંજોગો અને લાગણીઓમાંથી પણ અભ્યાસ કરેછે. બાળક જ્યારે જન્મે છે, ત્યારે તે એક ખાલી કાગળ સમાન હોય છે; આ કાગળ પર આપણે જે વિચાર, મૂલ્ય અને અનુભવ લખીએ છીએ, તે જ તેના ભવિષ્યના ચિંતન-ધોરણ અને સ્વભાવ બની જાય છે. ( Credits: Getty Images )

આજે દરેક ક્ષેત્રમાં સ્પર્ધા ભારે છે એ શિક્ષણ હોય કે રમત, કળા હોય કે નોકરી. બાળકોએ દરેક જગ્યા પર પોતાનું કૌશલ્ય સાબિત કરવું પડે છે. શાળામાં તેમને ગણિત, વિજ્ઞાન અને ભાષા જેવી શૈક્ષણિક બાબતો શીખવવામાં આવે છે, પરંતુ જીવનમાં આવતા ભાવનાત્મક અને માનસિક પડકારોનો સામનો કેવી રીતે કરવો, તે ભાગ્યે જ શીખવવામાં આવે છે.આ રીતે, માતા-પિતાની જવાબદારી બની જાય છે કે તેઓ બાળકોને એવી દિશામાં માર્ગદર્શન આપે કે જેમાં તેમના આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિનો વિકાસ થાય. નાના મંત્રો, પ્રેરણાદાયક વાક્યો કે સરળ પ્રતિજ્ઞાઓ બાળકોના મનને શાંત કરે છે અને તેમને મજબૂતી આપે છે.અહીં કેટલાક ઉપયોગી મંત્રો અને એક સરળ પ્રતિજ્ઞા રજૂ કરાયેલી છે, જેને દરેક માતા-પિતાએ તેમના બાળકોને શીખવવા જોઈએ જેથી તેઓ નિર્ભય અને આત્મવિશ્વાસભર્યું જીવન જીવી શકે. ( Credits: Getty Images )

'ઓમ' ફક્ત શબ્દ નહીં, પરંતુ એક શક્તિશાળી ધ્વનિ અને ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે બાળક દરરોજ સવારે કે રાત્રે 3 થી 5 મિનિટ સુધી 'ઓમ'નો જાપ કરે છે, ત્યારે તેનું મન સ્થિર થઈ જાય છે. આ સરળ જીવનશૈલીના અભ્યાસ દ્વારા બાળક ગુસ્સો, ડર અને મનની બેચેની જેવી લાગણીઓ ઉપર નિયંત્રણ મેળવવાનું શીખી જાય છે. શાળાએ જવાનો દિવસ શરૂ કરતા પહેલા આ આદત અપનાવવાથી આખો દિવસ વધુ સકારાત્મક અને એકાગ્રતાભર્યો બની શકે છે. 'ઓમ'નો જાપ કરતી વખતે બાળકને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવું જોઈએ, આ તેના ધ્યાન અને મનની નિર્ભરતા વધારવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ( Credits: Getty Images )

મા કાલી માત્ર પૂજનીય દેવી નથી, પણ તે અસત્ય, દુઃખ અને ભય સામે ઊભી રહેનાર શક્તિનું પ્રતિક છે. જ્યારે બાળક નિયમિત રીતે “ૐ શ્રી મહાકાલિકાયે નમઃ” મંત્રનો ઉચ્ચાર કરે છે, ત્યારે તે પોતાના અંદર એ માનસિક સંદેશ સ્થાપે છે કે એક અદૃશ્ય શક્તિ તેનું રક્ષણ કરી રહી છે.આ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ તેને અંદરથી મજબૂત બનાવે છે અને ભયને દૂર કરવામાં મદદરૂપ બને છે.જ્યારે બાળકને એકલા સુતાં ડર લાગે છે, ત્યારે તેને સૂતાં પહેલા ત્રણ વાર આ મંત્ર બોલવા પ્રોત્સાહિત કરો.આ સરળ અભ્યાસ તેના મનને શાંતિ, સુરક્ષા અને સાહસની અનુભૂતિ કરાવશે. ( Credits: Getty Images )

ભગવાન શિવને સમર્પિત મહામૃત્યુંજય મંત્ર નેગેટિવ વિચારો, ભય અને અજાણ્યા સંકટોથી છૂટકારો આપવા માટે અતિશય અસરકારક માનવામાં આવે છે.આ મંત્ર માત્ર મરણના ભયથી મુક્તિ આપે એટલું જ નહીં, પણ જે અજાણી ચિંતા કે આંતરિક ગભરાટ હોય, તેને પણ શાંત કરે છે.બાળકોને આ મંત્રની પંક્તિઓ યાદ કરાવતી વખતે, તેનો સાચું અર્થ પણ સમજાવવો ખૂબ મહત્વપૂર્ણ છે. આ નિયમિત અભ્યાસ તેમને અંદરથી શાંત, આત્મવિશ્વાસભર્યું અને માનસિક રીતે મજબૂત બનાવવામાં સહાયક બને છે. ( Credits: Getty Images )

ભગવાન વિષ્ણુને સમર્પિત “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર બાળકોમાં એવી લાગણી જગાવે છે કે દરેક ઘટના પાછળ કોઈ ન કોઈ હેતુ છુપાયેલો હોય છે. જ્યારે બાળક વિચલિત કે ચિંતિત લાગે, ત્યારે તેને આ મંત્ર થોડીવાર સુધી બોલવા જણાવો.આ અભ્યાસ તેના મનને શાંત કરવાનો અને પરિસ્થિતિઓને સમજવા માટે યોગ્ય દૃષ્ટિકોણ વિકસિત કરવાનો માર્ગ બની શકે છે. ( Credits: Getty Images )

ભય કે મુશ્કેલીના સમયે હનુમાનજીને યાદ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે. હનુમાનજીની વાર્તાઓ જેમ કે લંકા દહન, સંજીવની લાણા - આ વાર્તાઓ બાળકોને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, વ્યક્તિએ હાર ન માનવી જોઈએ. આ વાર્તાઓ બાળકોને પણ કહો.જ્યારે બાળકો ભયભીત થાય અથવા કોઈ મુશ્કેલીનો સામનો કરે, ત્યારે હનુમાનજીનું સ્મરણ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે ( Credits: Getty Images ).

દરેક બાળક મંત્રને સંપૂર્ણ રીતે યાદ ન કરી શકે, તેવા સમયે તેમને રોજ એક સરળ અને પ્રેરણાદાયક વાક્ય બોલવા માટે કહો: "હું ભયમુક્ત છું અને મારો આત્મવિશ્વાસ મજબૂત છે. હું કોઇ પણ કાર્ય સફળતાપૂર્વક કરી શકું છું."સવારના ઉઠવાના સમયે કે રાત્રે સૂતા પહેલા આ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરવાથી તેમના અંદર આત્મવિશ્વાસ વધશે. આ રીતે, જ્યારે પણ તેઓ કોઈ મુશ્કેલીનો સામનો કરશે, ત્યારે તેઓ પોતાને મજબૂત અને નિર્ભય અનુભવશે. ( Credits: Getty Images )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

































































