Mango Farming: દેશના ટોચના 5 કેરી ઉત્પાદન કરતા રાજ્યો અને આ કેરીની ખાસિયતો વિશે જાણો, જુઓ ફોટોઝ

દેશમાં કેરીના કુલ ઉત્પાદનમાં આંધ્રપ્રદેશનો હિસ્સો 20.04 ટકા છે. અહીંની બંગનાપલ્લે કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. અમેરિકા અને લંડનમાં પણ તેની ખૂબ માંગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 12:52 PM
કેરી એ ફળોનો રાજા છે. વિશ્વમાં મોટાભાગની કેરીઓનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. ભારતમાં લગભગ પાંચ હજાર વર્ષ પહેલા કેરીની ખેતી શરૂ થઈ હતી. આ જ કારણ છે કે તેની મૂળ પ્રજાતિને ભારતીય કેરી કહેવામાં આવે છે. આમ તેનું વૈજ્ઞાનિક નામ Mangifera indica છે.

1 / 7
ખાસ વાત એ છે કે ભારતના તમામ રાજ્યોમાં વિવિધ પ્રકારની કેરીની ખેતી કરવામાં આવે છે. દરેકનો પોતાનો અલગ સ્વાદ અને સુંગંધ પણ હોય છે. આજે આપણે ભારતના તે પાંચ રાજ્યો વિશે વાત કરીશું જ્યાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે.

2 / 7
કેરીના ઉત્પાદનની દ્રષ્ટિએ તામિલનાડુ પાંચમા ક્રમે છે. દેશમાં ઉત્પાદિત કુલ કેરીના 5.65 ટકા એકલા તમિલનાડુના ખેડૂતો ઉગાડે છે. તે દર વર્ષે 3 થી 4 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે. નીલમ અને તોતાપુરી અહીંની કેરીની બે મુખ્ય જાતો છે.

3 / 7
કર્ણાટક પણ કેરીના ઉત્પાદનમાં પાછળ નથી. અહીં લગભગ 1.60 લાખ હેક્ટરમાં કેરીની ખેતી થાય છે. કોલાર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કેરીની ખેતી કરે છે. કર્ણાટક દર વર્ષે 10 થી 12 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે. આ વર્ષે પણ 12 લાખ ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના અધિકારીઓએ વ્યક્ત કરી છે. કર્ણાટક 8.06 ટકા ઉત્પાદન સાથે દેશમાં ચોથા નંબરે છે.

4 / 7
બિહારમાં ખેડૂતો મોટા પાયે કેરીની ખેતી કરે છે. ભાગલપુરની જરદાલુ કેરી દેશભરમાં પ્રખ્યાત છે. તે વિદેશમાં પણ સપ્લાય થાય છે. અહીં ખેડૂતો મુંગેર, દરભંગા, સમસ્તીપુર, મધુબની અને સીતામઢી સહિત લગભગ ઘણા જિલ્લાઓમાં કેરીની ખેતી કરે છે. અહીં કેરીનો વિસ્તાર 160.24 હજાર હેક્ટર છે, જેમાંથી દર વર્ષે સરેરાશ 1549.97 હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે. બિહાર 11.19 ટકા ઉત્પાદન સાથે દેશમાં ત્રીજા ક્રમે છે.

5 / 7
દેશમાં કેરીના કુલ ઉત્પાદનમાં આંધ્રપ્રદેશનો હિસ્સો 20.04 ટકા છે. અહીંની બંગનાપલ્લે કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. અમેરિકા અને લંડનમાં પણ તેની ખૂબ માંગ છે. આંધ્ર પ્રદેશ 28.41 લાખ ટન કેરીના ઉત્પાદન સાથે બીજા ક્રમે છે.

6 / 7
ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીં લગભગ 2.7 લાખ હેક્ટરમાં કેરીની ખેતી થાય છે, જેમાંથી 45 લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. મલિહાબાદની દશેરી અને બનારસની લંગડા કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. લખનૌ, ફતેહપુર, ઉન્નાવ, બનારસ, બારાબંકી અને પ્રતાપગઢ સહિત ઘણા જિલ્લાઓમાં કેરીની ખેતી થાય છે.

7 / 7
Follow Us:
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ

250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ

રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો

પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો

પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન

મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર

Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ

નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન

Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો

દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા

g clip-path="url(#clip0_868_265)">