AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : વર્ષમાં 12 મહિના… તો પછી રેન્ટ એગ્રીમેન્ટ માત્ર 11 મહિના માટે જ કેમ કરવામાં આવે છે, જાણો શું છે નિયમ?

Rule Of Rent Agreement : કોઈપણ માલિક પોતાના ઘરને ભાડે આફે છે. તો તેના માટે રેન્ટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે પરંતુ આ રેન્ટ એગ્રીમેન્ટ વર્ષ માટે નહી પરંતુ માત્ર 11 મહિના માટે જ કેમ બનાવવામાં આવે છે. ચાલો જાણીએ વિસ્તારથી

| Updated on: Jul 04, 2025 | 7:30 AM
Share
  અમદાવાદ, રાજકોટ,સુરત સહિત દેશના તમામ શહેરોમાં લોકો કામ માટે આવે છે. અહી ભાડાના મકાનમાં રહીને નોકરી ધંધા કરે છે. બહારથી આવેલા લોકોને ઘર ભાડે આપતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે. જે સુરક્ષા માટે મહત્વનું માનવામાં આવે છે.

1 / 10
આ એગ્રીમેન્ટમાં અનેક માહિતીઓ હોય છે. જે સુરક્ષા માટે મહત્વની માનવામાં આવે છે. આ એગ્રીમેન્ટમાં અનેક પ્રકારની જાણકારીઓ લખેલી હોય છે. પરંતુ આ એગ્રીમેન્ટ એક વર્ષ માટે નહી પરંતુ 11 મહીના માટે બને છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, વર્ષમાં 12 મહિના હોય છે તો પછી કેમ 11 મહિના માટે રેન્ટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે. આની પાછળ કારણ શું છે?

2 / 10
ભારતીય કાયદામાં ભાડૂઆતો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના એકમાં ભાડા કરાર સંબંધિત કાયદો પણ શામેલ છે. વર્ષમાં 12 મહિના હોય છે પરંતુ ભારતીય નોંધણી અધિનિયમ, 1908ની કલમ 17(ડી) હેઠળ એક વર્ષથી ઓછા સમય માટે રેન્ટ એગ્રીમેન્ટ કે પછી લીઝ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જરુરી હોતું નથી.

3 / 10
 આનો મતલબ એ છે કે, મકાન માલિક કોઈ પણ રજિસ્ટ્રેશનના 11 મહિનાનું જ રેન્ટ એગ્રીમેન્ટ બનાવી શકે છે. એટલે કે, ભાડે ઘર આપતી વખતે મકાન માલિક અને ભાડું આતને સબ-રજિસ્ટ્રારની ઓફિસે જઈ દસ્તાવેજો રજિસ્ટર કરાવી અને રજીસ્ટ્રેશન ચાર્જ આપવાની જરુર પડતી નથી.

4 / 10
એક્સપર્ટની વાત માનીએ તો ભારતમાં ભાડાને લઈ કાયદા બનાવવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના અધિકારો ભાડુઆતના પક્ષમાં રાખવામાં આવ્યા છે. ત્યારે જો કોઈ ભાડુઆતનો મકાનમાલિક સાથે વિવાદ થઈ જાય છે. તે મકાનમાલિક ભાડુઆત પાસે સંપત્તિ ખાલી કરાવવા માંગે છે, તો તેના માટે આ મુશ્કિલ કામ હોય છે.

5 / 10
 થોડી જ ભૂલના કારણે સંપત્તિના માલિકને પોતાની સંપત્તિ માટે કાનુની લડાઈ લડવી પડે છે.આ મોટું કારણ છે કે, 11 મહીનાની નોટરી રેન્ટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે.અને આ કાયદેસર રીતે માન્ય છે. જો કોઈ વિવાદ ઊભો થાય, તો કરારને પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.  (Rent Tenancy Act)  એકટમાં જો ભાડાને લઈ કોઈ વિવાદ થાય તો આ મામલો કોર્ટમાં જાય છે. તો કોર્ટનો અધિકાર છે કે, ભાડું ફિક્સ કરી દે, પછી મકાન માલિક તેની પાસેથી વધારે ભાડું લઈ શકે નહી.

6 / 10
11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ બનાવવા પાછળનું એક મોટું કારણ અને ફાયદો એ છે કે, આ કરાર માટે સ્ટામ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ આપવામાં આવતો નથી. જો રેન્ટ એગ્રીમેન્ટ એક વર્ષથી ઓછા સમય માટે બનાવવામાં આવ્યો છે. તો તેના પર  સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ મકાન માલિકના પક્ષમાં હોય છે. રેન્ટ એગ્રીમેન્ટની ફી ભાડૂઆત દ્વારા ચૂકવવાની રહેશે. સામાન્ય રીતે નોટરી રેન્ટ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રૂ. 100 અથવા રૂ. 200ના સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે.

7 / 10
ભાડા કરાર રજીસ્ટર કરાવવાને બદલે, મોટાભાગના મકાનમાલિકો અને ભાડૂઆતો તેને નોટરાઈઝ કરાવે છે. તેમાં ભાડાના મકાન, ફ્લેટ, રૂમ વગેરેનું સરનામું, વર્તમાન સ્થિતિ અને શરતો, બંને પક્ષો અને સાક્ષીઓની સહીઓ શામેલ હોય છે. આ કરાર કોઈપણ પક્ષ દ્વારા ચોક્કસ સમયે સૂચના આપ્યા પછી સમાપ્ત કરી શકાય છે.

8 / 10
છેલ્લે, સૌથી મોટી વાત એ છે કે, 11 મહિનાના ભાડા કરારને કારણે, મકાનમાલિકોને દર વર્ષે 10 ટકા ભાડું વધારવાની તક મળે છે. તે જ સમયે, ભાડૂતોને ઘર પસંદ ન હોય તો તે બદલવાની સ્વતંત્રતા છે.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva/insta)

10 / 10

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">