કાનુની સવાલ : લગ્ન પછી છોકરી નોકરી કરે તો તેની કમાણી પર કોનો અધિકાર, સાસરિયા કે પતિનો ?
લગ્ન પછી, છોકરીનો તેની કમાણી પર અધિકાર હોય છે. ભારતીય કાયદા મુજબ, પરિણીત સ્ત્રીની કમાણી તેની પોતાની મિલકત છે અને તેનો તેના પર સંપૂર્ણ અધિકાર છે. લગ્ન પછી છોકરી નોકરી કરે તો કમાણી પર કોનો અધિકાર? વિસ્તારથી જાણીએ.

જો કોઈ છોકરી (મહિલા) કમાઈ રહી હોય અને તેના પતિ અથવા સાસરિયા તેની કમાણી બળજબરીથી માંગે છે, તો આ ભારતના કાયદા મુજબ ગુનો છે. મહિલાને પોતાની કમાણી પર સંપૂર્ણ અધિકાર છે અને તેનો કોઈ પણ વ્યક્તિ દુરૂપયોગ કે બળજબરીથી દાવ ન કરી શકે.

આવી પરિસ્થિતિમાં નીચેની કાયદાકીય કલમો લાગુ પડી શકે છે: ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 498-A જો પતિ અથવા તેના પરિવારજનો દ્વારા સ્ત્રી ઉપર દબાણ, માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ અથવા દહેજ (કે કમાણી) માટે બળજબરી કરે છે, તો આ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય છે.જેમાં 3 વર્ષ સુધીની જેલ અને દંડ પણ થઈ શકે છે.

દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 (Dowry Prohibition Act, 1961) જો પતિ અથવા સાસરિયા 'દહેજ'ના નામે સ્ત્રીની કમાણી, પગાર, મિલકત જેવી વસ્તુઓ માંગે છે, તો આ કાયદો લાગુ પડે છે. 5 વર્ષ સુધીની જેલ અને રૂ. 15,000 દંડ (અથવા માંગેલી દહેજની રકમ બેમાંથી જે વધુ હોય)

ઘરેલું હિંસા વિરોધ કાયદો, 2005 આ કાયદામાં "આર્થિક હિંસા"ને પણ ઘરેલું હિંસા માનવામાં આવે છે.પતિ કે સાસરીયા જો મહિલાની કમાણી પર બળજબરી કરે છે, તો આ કાયદા હેઠળ તાત્કાલિક ફરિયાદ કરી શકાય છે.

મહિલા પોલીસ કે મેજિસ્ટ્રેટ પાસે અરજી કરીને પોતાનું હક મેળવી શકે છે. સ્ત્રી હેલ્પલાઇન નંબર 1091 અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈ શકે છે.પતિ કે સાસરિયાં સ્ત્રીની કમાણી કે સ્ત્રીધન પર કોઈ કાનૂની દાવો કરી શકતા નથી.

મહિલા પોતાની કમાણીનો સંપૂર્ણ ઉપયોગ પોતાની ઈચ્છાથી કરી શકે છે. આ પ્રકારના કેસમાં મહિલાને વિનામૂલ્યે કાયદાકીય સહાય પણ મળે છે જો કોઈ મહિલાને તેની મિલકત કે કમાણીના અધિકારો અંગે કોઈ શંકા કે સમસ્યા હોય, તો તેણે કાનૂની મદદ લેવી જોઈએ.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
