33 કરોડના ખર્ચે નવુ બનશે કચ્છનું પ્રસિદ્ઘ યાત્રાધામ માતાનો મઢ, જુઓ પ્રોજેક્ટની 3D તસ્વીરો

ગુજરાતના વધુ એક યાત્રાધામનું નવિનીકરણ થવા જઈ રહ્યુ છે. કચ્છનું પ્રસિદ્ધ યાત્રાધામ માતાનો મઢનું 33 કરોડના ખર્ચે નવિનીકરણ થશે. જુઓ આ પ્રોજેક્ટની 3ડી તસ્વીરો.

Jay Dave
| Edited By: | Updated on: Dec 13, 2022 | 11:17 PM
અંબાજી,પાવાગઢ સહિત ગુજરાતના અનેક યાત્રાધામોના વિકાસ પછી હવે રાજ્ય સરકાર પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્રારા કચ્છના માતાના મઢ આશાપુરા મંદિરનું 33 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

1 / 10
દર વર્ષે કચ્છના માતાના મઢ આશાપુરા મંદિરમાં લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

2 / 10
નવરાત્રી જેવા તહેવારો દરમિયાન દર્શનાર્થીનું અહીં ધોડાપુર ઉમટે છે.

3 / 10
જો કે યોગ્ય આયોજનના અભાવે અહી સુવિદ્યાઓનો ધણો અભાવ જોવા મળે છે. ત્યારે વડાપ્રધાને માતાનામઢના વિકાસ માટે આપેલા વચનોની અમલવારી હવે ગુજરાત રાજ્ય પ્રવાસન બોર્ડ કરશે.

4 / 10
3000 થી વધુની વસ્તી ધરાવતા માતાનામઢ ગામમાં આવેલા મંદિરમાં દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે.

5 / 10
આટલા વર્ષે પંચાયત હસ્તક તેનો યોગ્ય વિકાસ થઇ શક્યો નથી.

6 / 10
 ગટર ઉભરાવાથી લઇ અનેક સમસ્યાઓનો સામનો દર્શનાર્થીને કરવો પડે છે.

7 / 10
હવે મંદિરના સંકુલને વિશાળ બનાવવા સાથે પ્રવેશદ્રાર અને ગટર યોજના સહિત ચાચરકુંડના વિકાસ માટેનુ આયોજન કરાયુ છે.

8 / 10
3D પ્રોજેક્ટની તસ્વીરો સામે આવી છે. આ નવીનીકરણનું કામ પણ ટુંક સમયમાં શરૂ થશે, જેથી પ્રવાસીઓની સુવિદ્યામાં વધારા સાથે દર્શન કરવા સહિત પ્રવાસન ક્ષેત્રે પણ લોકો આવતા થશે.

9 / 10
દુકાનોના બદલે મોલ અને પહોળા રસ્તા સહિત ગામમાં આવેલા તળાવનો પણ વિકાસ થશે. વર્ષ 2017માં વડાપ્રધાનની મુલાકાત બાદ વિજય રૂપાણીએ પણ માતાના મઢના વિકાસની ખાતરી આપ્યા બાદ બજેટમાં તેના વિકાસ માટેની જોગવાઇ કરાઇ હતી. જેના નવીનીકરણનું 3D પ્રિન્ટ તૈયાર છે અને તે બન્યા બાદ એક નવુ આકર્ષણ ઉભુ થશે.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">