AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શહેરોમાં વધતી ઊંચી ઇમારતો, મનુષ્યની જીવનશેલી પર પાડી રહ્યો છે મોટો પ્રભાવ, જાણો શું થાય છે નુકસાન

શહેરોમાં વધતી વસ્તી અને વિકાસની જરૂરિયાતને કારણે ઊંચી ઇમારતોનું નિર્માણ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે શહેરોની રચના અને જીવનશૈલીમાં મોત ફેરફારો જોવા મળી રહ્યા છે.

શહેરોમાં વધતી ઊંચી ઇમારતો, મનુષ્યની જીવનશેલી પર પાડી રહ્યો છે મોટો પ્રભાવ, જાણો શું થાય છે નુકસાન
| Updated on: Mar 09, 2026 | 2:39 PM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરોમાં ઊંચી ઇમારતોનું નિર્માણ ઝડપથી વધ્યું છે. વધતી વસ્તી અને જમીનની મર્યાદિત ઉપલબ્ધતાના કારણે શહેરોમાં વર્ટીકલ ડેવલોપમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘણા શહેરોમાં રહેણાંક અને વ્યાવસાયિક હેતુઓ માટે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે તેના કારણે આપણી જીવનશૈલી પર ખૂબ મોટો પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે.

અર્બન ડેવલોપમેન્ટમાં વધારો

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઊંચી ઇમારતોનું નિર્માણ શહેરી વિકાસનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આધુનિક સુવિધાઓ, સારો ઇનફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થિત પ્લાનનીંગના કારણે આવા પ્રોજેક્ટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

શહેરની જીવનશૈલીમાં ફેરફાર

ઊંચી ઇમારતોના વધતા નિર્માણથી શહેરોની જીવનશૈલીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રહેવાની રીતમાં પણ બદલાવ આવ્યો છે, હવે ઘણા લોકો નાના ઘરોની જગ્યાએ એપાર્ટમેન્ટ અને ગેડેટ કમ્યૂનિટીમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે. આવી જગ્યાઓમાં સુરક્ષા, લિફ્ટ, પાર્કિંગ, ગાર્ડન, જિમ અને અન્ય સુવિધાઓ મળતી હોવાથી લોકો માટે જીવન વધુ આરામદાયક બની રહ્યું છે. સાથે સાથે પાડોશીઓ સાથેના સંબંધો અને સામાજિક જીવનમાં પણ બદલાવ આવ્યો છે, કારણ કે મોટા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં અલગ અલગ પરિવારો સાથે રહવાની સંસ્કૃતિ વિકસી રહી છે. જોકે, કેટલાક નિષ્ણાંતો માને છે કે આ બદલાવ સાથે પરંપરાગત પાડોશી સંબંધો અને ખુલ્લી જગ્યા જેવી બાબતો ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે.

પડકારો અને ચિંતાઓ

નિષ્ણાંતો જણાવે છે કે ઊંચી ઇમારતોના વધતા નિર્માણ સાથે પાર્કિંગ, ટ્રાફિક, પાણીની સમસ્યાઓ પણ વધી રહી છે આ બધાની ઉપલબ્ધતાના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. યોગ્ય આયોજન વગર આ વિકાસ શહેર માટે પડકાર બની શકે છે.

શહેરી વિકાસમાં સંતુલિત આયોજન જરુરી

આ રીતે શહેરોમાં વધતી ઊંચી ઇમારતો શહેરી વિકાસ અને આધુનિક જીવનશૈલીનું પ્રતિક બની રહી છે. વધતી વસ્તી અને જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને વર્ટીકલ ડેવલોપમેન્ટ જરૂરી બની ગયો છે. પરંતુ તેની સાથે ટ્રાફિક, પાણી, પર્યાવરણ અને ઇનફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર યોગ્ય આયોજન કરવું પણ ખુબ મહત્વનું છે, જેથી શહેરોનો વિકાસ સંતુલિત અને ટકાઉ બની શકે.

કારની ઉપર કેમેરા ન હોવા છતાં, 360° Birds Eye View કેવી રીતે દેખાય છે? રહસ્ય જાણવા અહી ક્લિક કરો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">