Wedding Photos: કિયારા અડવાણીની બહેનના થયા લગ્ન, અભિનેત્રી નજર આવી ગ્લેમરસ લુકમાં
કિયારા અડવાણીએ બહેન ઈશિતાના લગ્નમાં પીળા ઓરેન્જ કલરના લહેંગા અને ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Mar 06, 2022 | 8:25 AM
TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Mar 06, 2022 | 8:25 AM
કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણીના લગ્ન થઈ ગયા છે. લગ્નના ફોટો અને વીડિયો કિયારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે.
કિયારાએ પીળા ઓરેન્જ કલરનો લહેંગો અને ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કિયારાએ તેની બહેન ઈશિતાને પણ કાળો ટીકો લગાવ્યો હતો, ચાહકો બંનેનો આ ફોટો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ પહેલા કિયારાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે તેની બહેનના સંગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.
કિયારાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળશે.