Kangana Ranaut Birthday: કંગના રનૌતને કોફી પીતા જોઈને મળી હતી ‘ગેંગસ્ટર’ની ઓફર, જાણો આ રસપ્રદ કિસ્સો
કંગના રનૌતને આજે કોઈ ઓળખની જરૂર નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેત્રીને બોલિવૂડમાં આવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

કંગના રનૌત એક સફળ અભિનેત્રી હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ બની છે. કંગના બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે, જેણે સિલ્વર સ્ક્રીન પર મહિલાઓના વિવિધ પાત્રોની મજબૂત ભૂમિકાઓ ભજવીને પોતાના અભિનયની છાપ છોડી છે.

'ક્વીન', 'પંગા ગર્લ' તરીકે જાણીતી કંગના રનૌત સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે છે. કંગના ભલે આજે સફળતાના શિખરે છે, પરંતુ અભિનેત્રી માટે 'ક્વીન' બનવાનો માર્ગ સરળ રહ્યો નથી.

Kangana Ranaut (File Photo)

જે સમયે કંગનાએ ઘર છોડ્યું તે સમયે તે માત્ર 16 વર્ષની હતી. કંગના રનૌતે દિલ્હીમાં મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ દિવસો ઘણા મુશ્કેલ હતા.

કંગના રનૌતે વર્ષ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગેંગસ્ટર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, આ ફિલ્મ મેળવવાની કહાની પણ ફિલ્મી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુરાગ બાસુએ કંગનાને એક કાફેમાં કોફી પીતા જોઈ અને વેઈટરના માધ્યમથી કંગનાને એક પેપર મોકલ્યો, જેના પર લખ્યું હતું કે શું તેને એક્ટિંગમાં રસ છે, ત્યાં તેને ઓડિશનની ઓફર કરવામાં આવી હતી.

કંગનાની શાનદાર એક્ટિંગના કારણે તેને રાષ્ટ્રીય ફિલ્મફેર પુરસ્કાર, પદ્મશ્રી જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવી છે.