AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Permanent Residency : વિદેશમાં વસવાનો મોકો… માત્ર 5000થી પણ ઓછા ખર્ચે, જાણો કેવી રીતે ?

Japan Permanent Residency: જાપાન પરમાનેન્ટ રેસિડન્સી (PR) માટે એક મોટું ઓફર લઈને આવ્યું છે. હવે તમે માત્ર 8,000 યેન (લગભગ ₹4,789) ફી સાથે જાપાનમાં પી.આર. માટે અરજી કરી શકો છો. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે – જો તમે ઓછામાં ઓછા 10 વર્ષથી જાપાનમાં રહેતા હો, તો જ આ તકનો લાભ લઈ શકશો.

| Updated on: Sep 11, 2025 | 8:14 PM
Share
જાપાન એક ખુબ જ સુંદર દેશ છે, જ્યાંની ટોક્યો રાજધાનીનો ચેરી બ્લોસમ સીઝન દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. સ્વચ્છ રસ્તાઓ, એડવાન્સ ટેક્નોલોજી અને અન્ય દેશોથી ઘણા આગળ રહેલી સુવિધાઓને કારણે જાપાન લોકોના સપનાનો દેશ છે. પરંતુ અહીં ટૂરિઝમ માટે જવા માટે ઓછામાં ઓછા 3 લાખ જેટલો ખર્ચ થાય છે, જે સૌ માટે શક્ય નથી.

1 / 8
પરંતુ રહેવા માટે જાપાનને તમે સરળતાથી પસંદ કરી શકો છો અને તે પણ 5000થી પણ ઓછા ખર્ચમાં. હા, સાચું સાંભળ્યું – જાપાન હવે વિદેશી નાગરિકોને પરમાનેન્ટ રેસિડન્સી ઓફર કરી રહ્યું છે.

2 / 8
જાપાનમાં પરમાનેન્ટ રેસિડન્સી (PR) એટલે એવો વિઝા સ્ટેટસ, જેનાથી કોઈપણ વિદેશી વ્યક્તિ જાપાનમાં અનંત સમય સુધી રહી શકે. એકવાર પી.આર. મળી જાય પછી વારંવાર વિઝા રિન્યુ કરવાની ચિંતા રહેતી નથી. સામાન્ય રીતે, જાપાનમાં 10 વર્ષ સતત નિવાસ કર્યા પછી જ કોઈ વ્યક્તિ આ માટે લાયક બને છે.

3 / 8
જાપાન PR માટેની મુખ્ય શરતો જેમાં ઓછામાં ઓછા 10 વર્ષથી જાપાનમાં રહેતા હોવું જોઈએ. પોતાની આવક/નોકરી/બિઝનેસથી ખર્ચ ચલાવવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ ક્રિમિનલ રેકોર્ડ કે ઇમિગ્રેશન કાયદો તોડેલો ન હોવો જોઈએ. જો તમારા લગ્ન જાપાની નાગરિક કે પહેલેથી PR ધરાવતા વ્યક્તિ સાથે થઈ હોય, અને તમે ઓછામાં ઓછા 1 વર્ષથી જાપાનમાં રહેતા હો (લગ્નને 3 વર્ષથી વધુ થયા હોય), તો પણ અરજી કરી શકો છો.

4 / 8
જાપાની નાગરિકોના બાળકો અથવા PR ધરાવતા લોકોના બાળકો માત્ર 1 વર્ષમાં પણ અરજી કરી શકે છે. હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે પોઈન્ટ્સ સિસ્ટમ. 70 પોઈન્ટ્સ સાથે 3 વર્ષમાં પી.આર. મળી શકે છે. 80 પોઈન્ટ્સ અથવા તેથી વધુ પર માત્ર 1 વર્ષમાં જ અરજી કરી શકાય છે.

5 / 8
જરૂરી દસ્તાવેજોની વાત કરવામાં આવે તો, PR માટે અરજી ફોર્મ, વેલિડ પાસપોર્ટ અને રેસિડન્સ કાર્ડ, Certificate of Residence, નોકરી/આવકનો પુરાવો, બેંક સ્ટેટમેન્ટ, ટેક્સ પેમેન્ટના પુરાવા અને સોશિયલ સિક્યોરિટીના ડોક્યુમેન્ટ, જામીનદારના દસ્તાવેજ, જેમ કે ગારંટી લેટર અને તેમની આવકનો પુરાવો. જો લગ્ન/પરિવાર હોય તો સંબંધિત રજિસ્ટ્રેશન દસ્તાવેજો. મહત્વનું છે કે તમામ દસ્તાવેજો જાપાની ભાષામાં હોવા જોઈએ અથવા સાથે જાપાની અનુવાદ જોડેલો હોવો જરૂરી છે.

6 / 8
અરજી પ્રક્રિયાની વાત કરવા આવે તો, બધા જરૂરી દસ્તાવેજો તૈયાર કરો. વીઝા એક્સપાયરી પહેલાં નજીકના Immigration Bureauમાં અરજી કરો. અરજી ફી 8,000 યેન (₹4,789) રેવન્યુ સ્ટેમ્પથી ભરો. પ્રક્રિયામાં 4 થી 8 મહિના લાગી શકે છે. મંજૂરી પછી તમારું જૂનું Residence Card બદલીને નવું કાર્ડ Ward Office/નગર પાલિકામાંથી મેળવી લો. PR જાળવવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 6 મહિના જાપાનમાં રહેવું જરૂરી છે.

7 / 8
જાપાન હાલમાં વસ્તી સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને કામકાજ કરતી યુવા પેઢી ઘટી રહી છે. આ કારણે જાપાન સરકારે વિદેશી પ્રોફેશનલ્સને આકર્ષવા માટે PR પ્રક્રિયા સરળ બનાવી છે, જેથી દુનિયાભરના ટેલેન્ટેડ લોકો અહીં આવી શકે.

8 / 8

જાપાન તેની ટેક્નોલોજીના કારણે દુનિયાભરમાં જાણીતુ છે. જાપાનના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">