ટીવી સીરિયલ, વેબ સિરીઝ અને ફિલ્મોના હિટ અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવનો પરિવાર જુઓ
સ્પર્શ શ્રીવાસ્તવ એક એવા અભિનેતા છે. જેમણે હિન્દી ટેલિવિઝન, ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે. આજે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સ્પર્શ શ્રીવાસ્તવે મોટું નામ બનાવ્યું છે.

વેબ સીરિઝ દુપહિયા 2 ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. જેમાં પરિવારની મુશ્કેલીમાં કોમેડી સાથે ચાહકોનું મનોરંજન કરશે. તો આજે આપણે અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવનો પરિવાર જોઈએ.

સ્પર્શ શ્રીવાસ્તવનો પરિવાર જુઓ

સ્પર્શ શ્રીવાસ્તવ એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તેમને ટેલિવિઝન બાલિકા વધૂમાં તેમની ભૂમિકા માટે ઓળખ મળી.

ત્યારબાદ તેમણે નેટફ્લિક્સ ક્રાઈમ ડ્રામા સીરિઝ જામતારા – સબકા નંબર આયેગા , કોમેડી-ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝ , અને એમેઝોન પ્રાઇમ વિડિયો સીરિઝ દુપહિયા માં અભિનય કર્યો છે.

સ્પર્શ શ્રીવાસ્તવનો જન્મ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રાજાખેરામાં રાગિણી અને દિનેશ શ્રીવાસ્તવને ત્યાં થયો હતો. તેમના જન્મ પછી, તેમનો પરિવાર ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેવા ગયો.

તેમનો એક મોટો ભાઈ શુભમ છે, જે પરિણીત છે. તેમની માતા રાગિણી તેમની સાથે મુંબઈમાં રહે છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો આગ્રામાં રહે છે.

2020માં સ્પર્શ શ્રીવાસ્તવ નેટફ્લિક્સ ક્રાઇમ-આધારિત વેબ સિરીઝ "જામતારા સબકા નંબર આયેગા" માં ખુબ નામ કમાયો હતો. આ સીરિઝની સ્ટોરી ઝારખંડના જામતારા વિસ્તારમાં સાયબર ક્રાઈમની છે. જે છેતરપિંડીની ઘટનાઓની આસપાસ ફરતી રહે છે.

સ્પર્શે સીરિઝમાં સનીની ભૂમિકા ભજવી હતી. તેની બીજી સિઝન 2022 માં રિલીઝ થઈ હતી. સ્પર્શ શ્રીવાસ્તવ કોમેડી સીરિઝ અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

સ્પર્શ શ્રીવાસ્તવનું કામ ટેલિવિઝન, વેબ સિરીઝ અને ફિલ્મોમાં ફેલાયેલું છે.

તેમણે વિવિધ માધ્યમોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. હાલમાં તેઓ હિન્દી મનોરંજન ઉદ્યોગમાં એક અભિનેતા તરીકે એક્ટિવ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
