IAS Success Story : સંજીતાએ નિષ્ફળતા મળવા છતાં ન હારી હિંમત, પાંચમાં પ્રયાસમાં બની UPSC ટોપર!

IAS સંજીતા મહાપાત્રાએ જણાવ્યુ હતું કે "આ પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મેળવવા અને તૈયારી કરવા માટે તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો."

1/6
એવું કહેવાય છે કે જો તમે પુરી લગન અને ઈમાનદારીથી કોઈ વસ્તુ હાંસલ કરવાનો પ્રયત્ન કરો તો તમને ચોક્કસ સફળતા મળે છે. તાજેતરમાં IAS બનીને અધિકારી સંજીતા મહાપાત્રાએ આ કહેવતને સાર્થક કરી છે. સંજીતાની  IAS બનવાની કહાની દરેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરવાની જીદને લીધે સંજીતા UPSC ટોપર બની શકી.

2/6
ઓરિસ્સાના રાઉરકેલાની રહેવાસી સંજીતા મહાપાત્રાએ યુપીએસસીની સફર ઘણી લાંબી ચાલી હતી. સંજીતા અભ્યાસમાં ખુબ હોંશિયાર હતી અને ઈન્ટરમિડીયેટ બાદ તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજ બાદ તેણે યુપીએસસીની તૈયારી કરી, પરંતુ ત્રણ પ્રયાસો બાદ પણ તે પ્રિલિમ પરીક્ષા પણ ક્રેક કરી શકી નહીં.

3/6
સંજીતા મહાપાત્રાએ નાનપણથી જ IAS બનવાનું સપનું જોયું હતું, પરંતુ સતત નિષ્ફળતાઓ સામે તેની હિંમત તુટી રહી હતી. આથી તેણે એક કંપનીમાં નોકરી કરવાનું નક્કી કર્યુ. પરંતુ નોકરી સાથે પણ તેણે તૈયારી શરૂ રાખી, પરંતુ ચોથા પ્રયાસમાં પણ તેને સફળતા મળી નહીં.

4/6
જ્યારે તે ચોથા પ્રયાસમાં નિષ્ફળ ગઈ, ત્યારે તેણે નોકરી છોડીને તૈયારી કરવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન તેના લગ્ન પણ થયા, પરંતુ તેણે તૈયારી ચાલુ રાખી અને છેવટે તેની મહેનત પાંચમા પ્રયાસમાં રંગ લાવી અને તેણે પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું. તેમની સફર લગભગ 6 વર્ષ લાંબી હતી, જે દરમિયાન તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો.

5/6
સંજીતા મહાપાત્રાએ જણાવ્યુ હતું કે પરીક્ષાનું યોગ્ય માર્ગદર્શન અને તૈયારી કરવા માટે તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો, આ સિવાય સંજીતાએ NCERTના પુસ્તકો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિયમિતપણે ન્યુઝપેપર વાંચતા હતા. તેણે વૈકલ્પિક વિષય સમાજશાસ્ત્ર માટે થોડા દિવસો માટે કોચિંગ પણ કર્યું, પરંતુ બાકીની તૈયારી તેણે જાતે જ કરી હતી.

6/6
સંજીતા UPSCની તૈયારી કરનારાઓને સલાહ આપતા જણાવ્યુ હતુ કે આ સફર ઘણી લાંબી છે, તેથી તમારી જાતને પ્રેરિત રાખો, બીજું કોઈ તમારા માટે આ કાર્ય કરી શકશે નહીં. જ્યારે તમે આ પરીક્ષા આપવાનું નક્કી કરો છો, ત્યારે તમે જાણો છો કે તે દેશની સૌથી અઘરી પરીક્ષા છે, તેથી દેખીતી રીતે સફળતા સહેલાઈથી અથવા મુશ્કેલીઓ વગર નહીં મળી શકે. તેથી, જ્યારે પણ મુશ્કેલીઓ આવે છે અથવા સફળતા મેળવવામાં સમય લાગે છે, ત્યારે હિંમત ન હારો અને સતત મહેનત કરતા રહો.

Click on your DTH Provider to Add TV9 Gujarati