Recover Deleted SMS: એન્ડ્રોઇડ ફોનમાંથી ડિલીટ થયેલા SMS કેવી રીતે રિકવર કરવા, જાણો સરળ ટ્રિક
મહત્વપૂર્ણ મેસેજ ભૂલથી ડિલીટ થઈ જાય છે, અને તે મેસેજની પાછો મેળવવો હોય તો શું કરવું કઈ સમજાતુ નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકોને લાગે છે કે ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવવાનું અશક્ય છે, પરંતુ એવું નથી. પણ અહીં આપેલી ટ્રિકની મદદથી તમે ડિલિટ થયેલા ટેક્સ મેસેજ પણ રિકવર કરી શકો છો.

વોટ્સએપના આ યુગમાં પણ ઘણા મહત્વપૂર્ણ Text મેસેજ SMS દ્વારા પ્રાપ્ત થાય છે, ખાસ કરીને બેન્ક રિલેટેડ છે પછી પેમેન્ટ રિલેટેડ. પરંતુ જો કોઈ મહત્વપૂર્ણ મેસેજ ભૂલથી ડિલીટ થઈ જાય છે, અને તે મેસેજને પાછો મેળવવો હોય તો શું કરવું કઈ સમજાતુ નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકોને લાગે છે કે ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવવાનું અશક્ય છે, પરંતુ એવું નથી. પણ અહીં આપેલી ટ્રિકની મદદથી તમે ડિલિટ થયેલા ટેક્સ મેસેજ પણ રિકવર કરી શકો છો.

એન્ડ્રોઇડ ફોનમાં ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે રિકવર કરવા તે જણાવીશું. જો તમે ઇચ્છો, તો તમે Google Messages, Google Drive બેકઅપ અને કેટલાક અન્ય વિકલ્પો (delete sms ko kaise recover kare)ની મદદથી તમારા ડિલીટ થયેલા SMS પાછા લાવી શકો છો.

કેટલીકવાર ભૂલથી, Google Messages એપમાં ડિલીટ થવાને બદલે મેસેજ આર્કાઇવ થઈ જાય છે. જો આવું થયું હોય, તો તમે તેને સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો. સંદેશાઓને આર્કાઇવ ફોલ્ડરમાંથી અનઆર્કાઇવ કરી શકાય છે અને મેન મેસેજ વિંડોમાં પાછા લાવી શકાય છે. ઉપરાંત, સ્પામ ફોલ્ડર પણ ચેક કરો કારણ કે કેટલાક મેસેજ સ્પામ તરીકે થઈ શકે છે.

એન્ડ્રોઈડ ફોનમાં અચીવ ફોલ્ડર અને સ્પામ કેવી રીતે તપાસવું? સ્ટેપ 1: આ માટે ગૂગલ મેસેજ એપ ખોલો. તમારા પ્રોફાઇલ આઇકોન પર ટેપ કરો.

સ્ટેપ 2: આ પછી, આર્કાઇવ ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ-૩: તમારા ટેક્સ્ટ મેસેજ શોધો અને તેના પર લોન્ગ પ્રેશ કરો. પછી આર્કાઇવ આઇકોન પર ટેપ કરો. એટલે એ મેસેજ મેન મેસેજ ફોલ્ડરમાં આવી જશે

સ્પામ ફોલ્ડર કેવી રીતે તપાસવું: સ્ટેપ-1: મેસેજ એપના મુખ્ય પેજ પરથી, પ્રોફાઇલ આઇકોન પર ટેપ કરો. સ્પામ અને બ્લોક પર ટેપ કરો.સ્ટેપ-2: બ્લોક કરેલા મેસેજમાંથી સ્ક્રોલ કરો અને જો તમને સંબંધિત મેસેજ મળે, તો તેના પર ટેપ કરો.

ગુગલ બેકઅપમાંથી મેસેજ કેવી રીતે પાછા મેળવવા? : સ્ટેપ-1: પહેલા ડિવાઇસ સેટિંગ્સ ખોલો, પછી જનરલ મેનેજમેન્ટ પર ટેપ કરો. રીસેટ પર ટેપ કરો. સ્ટેપ-2: હવે ફેક્ટરી ડેટા રીસેટ પર ટેપ કરો. પછી રીસેટ પર ટેપ કરો. સ્ટેપ-3: જો પાસવર્ડ માંગવામાં આવે, તો તેને દાખલ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો. ફોન રીસેટ થાય ત્યાં સુધી રાહ જુઓ. સ્ટેપ-4: રીસેટ કર્યા પછી, ફોન સેટ કરો અને સંબંધિત ગુગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરો. સ્ટેપ-5: સેટિંગ્સ > એકાઉન્ટ્સ અને બેકઅપ > ડેટા રીસ્ટોર પર જાઓ. સ્ટેપ-6: સંબંધિત ડિવાઇસ પસંદ કરો અને ખાતરી કરો કે મેસેજ પસંદ કરેલ છે. રીસ્ટોર પર ટેપ કરો. હવે મેસેજ એપ ખોલો અને તપાસો કે ડિલીટ કરેલો SMS રિકવર થયો છે કે નહીં ચેક કરી લો.

સેમસંગનો ફોન હોય તો : જો તમે સેમસંગ ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તેમાં બિલ્ટ-ઇન સેમસંગ મેસેજીસ એપ છે. જો તમે છેલ્લા 30 દિવસમાં કોઈ મેસેજ ડિલીટ કર્યો હોય, તો તમે તેને રિસાયકલ બિનમાંથી રિકવર કરી શકો છો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































