AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : છત્રી રેઇનકોટ કાઢી રાખજો, અંબાલાલ પટેલની 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 14 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

Breaking News : છત્રી રેઇનકોટ કાઢી રાખજો, અંબાલાલ પટેલની 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
| Updated on: Sep 12, 2026 | 9:52 PM
Share

વરસાદની ઘટથી તરસી રહેલા ગુજરાત માટે, ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાહતના મોટા સમાચાર આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગમાં મેઘમહેર થવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાં એક સક્રિય સિસ્ટમ ઊભી થવાના કારણે ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમની અસર હેઠળ 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી લઈને પાંચથી છ ઇંચ અથવા તેથી વધુ વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને જોતા તંત્ર અને સ્થાનિક લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે. ભાવનગર, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદની ઘટને કારણે ખેડૂતો ચિંતિત હતા, ત્યારે આ આગાહી તેમના માટે આશાનું કિરણ બની છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થશે તો પાકને મોટો ફાયદો થઈ શકે છે, જે પાક માટે સંજીવની સમાન સાબિત થશે.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા મધ્યમથી લઈને સ્થાનિક પરિસ્થિતિ મુજબ વધુ વરસાદ થઈ શકે છે. આમ, ગુજરાતના ઘણા ભાગોમાં હળવા મધ્યમથી લઈને છ ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તો પાણીની ઘટ અને પાકની ચિંતામાં પણ નોંધપાત્ર રાહત મળી શકે છે. જોકે, હવામાન નિષ્ણાંતોએ ભવિષ્ય માટે કેટલીક અન્ય સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

જો અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાય તો શિયાળામાં પણ વરસાદ પડવાની વકી છે. ચોમાસા પછીના આ બદલાતા હવામાનને લઈને ગુજરાતમાં વેધર વોચ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું આ બદલાતું ચિત્ર રાજ્યના જનજીવન અને કૃષિ પર શું અસર કરશે, તે જોવું રસપ્રદ રહેશે. ખેડૂતો માટે આગામી દિવસો ખાસ મહત્વના બની શકે છે, કારણ કે આ વરસાદ તેમની આજીવિકા માટે નિર્ણાયક સાબિત થશે.

ધરોઈ ડેમ સૂકાયો, ખેતરો સુકાવા લાગ્યા, ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું, જુઓ Video

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">