Gopashtami 2026: આજે ગોપાષ્ટમી પર ગાય માતાની પૂજા કરવાથી આશીર્વાદ મળશે, ગાયને શું ખવડાવવું અને તેની પૂજા કેવી રીતે કરવી તે જાણો
ગોપાષ્ટમી (Gopashtami )નો તહેવાર આજે, 17 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભગવાન કૃષ્ણના ગાયો ચરાવવાના લીલા સાથે સંકળાયેલ છે. આ પ્રસંગે માતા ગાય અને તેના વાછરડાની પૂજા કરવાની પરંપરા છે.

આજે 17 નવેમ્બરના રોજ ગાપાષ્ટમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણની ગૌચારણ લીલા સાથે જોડાયેલ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પહેલી વખત ગાયને ચરાવવા માટે મોકલ્યો હતો. ત્યારબાદ તેને ગોપલ નામથી ઓળખવામાં આવ્યો હતો. ગોપાષ્ટમી પર ગૌ માતા અને તેના વાછરડાની પૂજા કરવાની સાથે સેવા પણ કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર ગૌ માતાના શરીરમાં 33 કોટિ દેવી -દેવતાઓનો વાસ છે. આ માટે ગોપાષ્ટમીના દિવસે ગાયની પૂજા અને સેવા કરવાથી પૂર્ણની પ્રાપ્તી થાય છે. આ દિવસે માતાને તિલક લગાવી તેનો શ્રૃંગાર કરવામાં આવે છે. તેને વિશેષ ભોગ અર્પિત કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ગોપાષ્ટમી પર પૂજા કરવાની યોગ્ય રીત શું છે. આ દિવસે ક્યા કામ કરવા જોઈએ. તેમજ ગાયનું શું ખવડાવવું શુભ માનવામાં આવે છે.
ગોપાષ્ટમી 2026 તિથિ
પંચાગ અનુસાર વર્ષ 2026માં ગોપાષ્ટમીનો પર્વ 17 નવેમ્બરના રોજ મનાવવામાં આવી રહ્યો છે. અષ્ટમી તિથિની શરુઆત 17 નવેમ્બરના સવારે 4 કલાક 20 મિનિટ પર શરુ થઈ ચૂકી છે. જેનું સમાપન 18 નવેમ્બર સવારે 6 કલાકે 6 મિનિટ પર થશે.
ગોપાષ્ટમી પર ગૌ માતાની પૂજા કેવી રીતે કરવી?
- ગોપાષ્ટમીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરો.
- ત્યારબાદ ગાય અને વાછરડાને સ્નાન કરાવો. તેના માથા પર ચંદન અથવા હલ્દીનું તિલક લગાવો.
- ત્યારબાદ ફૂલોની માળા પહેરાવી તેનો શ્રૃંગાર કરો.
- ગો માતાના શીંગડાને શરણગારો
- ત્યારબાદ દીવો પ્રગટાવી તેની પૂજા કરો.
- ગાય માતાની આરતી કરો અને નમો ગોભ્ય મંત્રનો જાપ કરી તેની સાત પરિક્રમા કરો.
- માન્યતા છે કે, આ દિવસે ગાયની પરિક્રમા કરી તેના ચરણસ્પર્શ કરી માથા પર લગાવવાથી પૂર્ણય મળે છે.
- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા ઘરના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે, ગોપાલની પૂજા કરો.
- ઘીનો દીવો પ્રગટાવી ભોગ અર્પિત કરો.
- જો તમારા ઘરમાં ગાય નથી. તો નજીકની ગૌશાળામાં જઈ ગાયને લીલો ચારો ખવડાવી શકો છો.
- સાંજે, જ્યારે ગાયો ચર્યા પછી, એટલે કે સાંજના સમયે પાછી ફરે, ત્યારે તેમનું સ્વાગત કરો અને તેમની ફરીથી પૂજા કરો.
ગોપાષ્ટમીના દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા કરવાની અને પછી તેમને તેમનો મનપસંદ ખોરાક ખવડાવવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ગાયોને લીલો ચારો, ગોળ અને રોટલી ખવડાવવાનું શુભ માનવામાં આવે છે. તમે ગાયને આ વસ્તુઓ ખવડાવી શકો છો.
Disclaimer:આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.
