Gold Silver Rate In Gujarat : 10 દિવસમાં સૌથી સસ્તું સોનું આજે ! મહિનામાં ₹9,450 નો ઘટાડો, જુઓ અમદાવાદ સહિત ગુજરાતના આજના ભાવ
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે. જાણો અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સોનાના આજના ભાવ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચનો તફાવત.

આજની તારીખ 30 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock)

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,840 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,440 અને 1,11,630 છે. (Image Source | Groww)

આજના ભાવની સરખામણી જો ગઈકાલના (29 સપ્ટેમ્બર) ભાવ સાથે કરવામાં આવે તો ઘટાડો જોવા મળી રહ્યો છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,54,630 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,41,740 રુપિયા અને 1,15,970 રુપિયા હતા. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખે (30 સપ્ટેમ્બર) છે, જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,840 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,440 અને 1,11,630 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (19 સપ્ટેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,36,440 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,48,840 છે. 30 ઓગસ્ટ 2026 ના રોજનો ભાવ ₹1,58,290 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹9,450 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,48,840.00 અને 3% GST (₹4,465.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,74,177.80 થી ₹1,87,738.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,49,584.20 થી ₹1,50,328.40 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
Gold Silver Rate Today : સતત ત્રીજા દિવસે સોનાના ભાવ તૂટ્યા, 24K નો ભાવ ₹1.49 લાખથી નીચે! જાણો અમદાવાદ, દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોના રેટ્સ
