Gold Price Today : સોનાનો ભાવ આજે ફરી ઉછળ્યો ! જાણો 22 અને 24 કેરેટની લેટેસ્ટ કિંમત
ક્યારેક સોના અને ચાંદીના ભાવમાં વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 21 જૂનને 2025ના રોજ આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ કેટલે પહોચ્યોં ચાલો જાણીએ

સોનાના ભાવમાં રોજ વધઘટ જોવા મળે છે, ક્યારેક સોના અને ચાંદીના ભાવમાં વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 22 જૂનને 2025ના રોજ આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,750 પર પહોચ્યોં છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે.

22 જૂનના રવિવારના રોજ સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,00,900 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 92,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,350 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,750 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,400 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,800 રૂપિયા છે.

સોનાની સાથે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 22 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,10,000 પ્રતિ કિલોગ્રામ પર છે.

વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે,

તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ત્યારે હવે અમેરિકા પણ વચ્ચે પડ્યું છે. તેના કારણે તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. આથી સોનાના ભાવ આસમાને પહોંચી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
