AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી, મકરસંક્રાંતિ પર દરેક જગ્યાએ બને છે અલગ-અલગ વાનગી, જુઓ તસવીરો

દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, લગભગ દરેક ઘરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તહેવારોના દિવસોમાં આ વાનગીઓ ખાવાનો પોતાનો અનોખો આનંદ છે. કેટલાક લોકો આ દિવસે પતંગ પણ ઉડાવે છે.

| Updated on: Jan 05, 2024 | 10:57 AM
Share
ભારત વિવિધતા ધરાવતો દેશ છે, તહેવારોની ઉજવણીમાં દરેક શહેરની પોતાની મજા હોય છે. દરેક જગ્યાની પોતાની ખાસિયત છે, જેના કારણે તમે જ્યાં પણ જશો ત્યાં તમને તહેવારનું એક અલગ જ સ્વરૂપ જોવા મળશે. મકરસંક્રાંતિનો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. આ દિવસે દરેક જગ્યાએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. મકરસંક્રાંતિ મુખ્યત્વે લણણીની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.આ તહેવાર પછી, સૂર્ય ઉત્તર દિશામાં આગળ વધવા લાગે છે જેના કારણે દિવસો લાંબા થવા લાગે છે.

1 / 6
ઘણી જગ્યાએ, મકરસંક્રાંતિ પતંગ ઉડાડીને ઉજવવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ લોકો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. કેટલાક લોકો આ દિવસે હરિદ્વાર જાય છે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે છે. ભારતના વિવિધ શહેરોમાં આ દિવસે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે, ચાલો જાણીએ તે સ્વાદિષ્ટ વાનગીઓ વિશે.

2 / 6
ફુલૌરી- પશ્ચિમ બંગાળમાં, આ વિશેષ તહેવારનું ભવ્ય ગંગા મેળા સાથે સ્વાગત કરવામાં આવે છે. આ દિવસે ભગવાનને ચોખામાંથી બનેલી વાનગીઓ ચઢાવવામાં આવે છે. મકર સંક્રાંતિ એ બંગાળીઓનો પૌષ તહેવાર છે જેમાં તેઓ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. આ વાનગીઓમાંથી એક છે તાલેર ફુલૌરી. તેને બંગાળમાં તાલેર બોરા પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનો મીઠો નાસ્તો છે જે ઘઉંનો લોટ, સોજી અને ચોખાના લોટને ભેળવીને બનાવવામાં આવે છે.

3 / 6
ઊંધિયું- સ્વાદિષ્ટ વાનગીઓમાં ગુજરાતની ખાસ વાનગી ઉંધીયુનો પણ સમાવેશ થાય છે. તે રીંગણ, બટાકા, કઠોળ અને અન્ય શાકભાજી જેવા ઘણા કાચા શાકભાજી સાથે બનાવવામાં આવે છે. આ વાનગી પોષણથી ભરપૂર છે કારણ કે તેને બનાવવામાં ઘણી પૌષ્ટિક શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંધિયું માટીના વાસણમાં રાંધવામાં આવે છે.શાકભાજીને માટીના વાસણમાં ભરી તેને ઉંધું કરી રાંધવામાં આવતું હોવાથી તેને ઉંધીયુ કહેવામાં આવે છે, તેનો સ્વાદ અને પોષણ બમણું થઈ જાય છે.

4 / 6
તલના લાડુ-મકરસંક્રાંતિનો તહેવાર તલના લાડુ વિના અધૂરો છે. વાસ્તવમાં મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું વિશેષ મહત્વ હોય છે. તલના લાડુ મકરસંક્રાંતિની ખાસ મીઠાઈ છે. સ્વાદમાં ઉત્તમ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ ખાવાથી શિયાળાની ઋતુમાં તમે ગરમ રહે છે.

5 / 6
ચાવલ પીઠા- મકરસંક્રાંતિના દિવસે ગળ્યુ ખાવાનો રિવાજ છે. પરંતુ તમને મીઠાઈ ખાઇને બોર થઇ ગયા છો તો આ એક નમકિન વાનગી છે. પીઠા એ ચોખાના લોટમાંથી બનેલી ખાસ વાનગી છે જે ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીઠા પહેલા પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તે ઝારખંડમાં લોકપ્રિય વાનગી છે. મકરસંક્રાંતિ ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ બનાવવામાં આવે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">