શું સ્માર્ટફોન પણ નકલી મળે છે? આ એક ટ્રિકથી ફોન અસલી કે નકલી પડી જશે ખબર
જો તમે ફોન ખરીદવા જાવ કે સેલમાં ફોન ખરીદો તો તે પહેલા તે ફોન અસલી છે કે નકલી તે અંગે જાણવું જરુરી છે નહીં તો તમારા પૈસાની બરબાદી થઈ શકે છે.

આજકાલ બજાર તમામ પ્રકારના પ્રોડક્ટ ડ્યુબલીકેટ મળવા લાગી છે. પછી ભલે તે બ્રાન્ડેડ જૂતા હોય, કપડાં હોય, ઘડિયાળો હોય, સૌંદર્ય પ્રસાધનો હોય, ઇયરબડ્સ હોય કે પછી સ્માર્ટફોન પણ હોય. ઘણી વખત સેલના ચક્કરમાં લોકોને નકલી ફોન પણ પકડાવવામાં આવ્યા છે.

નકલી વસ્તુઓ બિલકુલ અસલી જેવી જ દેખાય છે, પરંતુ ગુણવત્તા, ટકાઉપણું અને સલામતીની દ્રષ્ટિએ, તે અસલીની નજીક ક્યાંય નથી. ઘણી વખત ગ્રાહકોને મોટી બ્રાન્ડના નામે છેતરવામાં આવે છે અને તેમને નકલી વસ્તુઓ મળે છે. તેમા પણ ખાસ કરીને ફોન. જો તમે ફોન ખરીદવા જાવ કે સેલમાં ફોન ખરીદો તો તે પહેલા તે ફોન અસલી છે કે નકલી તે અંગે જાણવું જરુરી છે નહીં તો તમારા પૈસાની બરબાદી થઈ શકે છે.

દરેક મોબાઇલમાં એક 15-અંકનો IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર હોય છે. જો તમે સેલમાં ડિલિવર થયેલ ફોન અસલી છે કે નકલી તે તપાસવા માંગતા હો, તો આ માટે તમે સરકારી સાઇટ સંચાર સાથી પોર્ટલની મદદ લઈ શકો છો.

સંચાર સાથીની સત્તાવાર સાઇટ https://sancharsaathi.gov.in પર જાઓ

હોમપેજ પર, તમારે સીટિઝન સેન્ટ્રિક સર્વિસ વિકલ્પ પર ક્લિક કરવું પડશે

આ પછી, Know Your Mobile/IMEI Verification વિકલ્પ પસંદ કરો

OTP પ્રાપ્ત કરવા માટે કેપ્ચા અને મોબાઇલ નંબર દાખલ કરો, હવે આગળ વધવા માટે OTP સબમિટ કરો

OTP દાખલ કર્યા પછી, સ્માર્ટફોનનો 15-અંકનો IMEI નંબર દાખલ કરો અને સબમિટ કરો

ઉપર જણાવેલ તમામ પગલાંઓનું પાલન કર્યા પછી, તમને ઉપકરણની વિગતો મળશે જેમ કે ઉપકરણ સ્થિતિ, બ્રાન્ડ, મોડેલ, ઉપકરણ પ્રકાર અને ઉત્પાદન વિગતો મળી જશે
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
