Breaking News : ધોરાજીના ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે, જુઓ Video
રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઘેડ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતો બાદ લેવાયેલા આ નિર્ણયથી ચણા, ઘઉં, જીરું અને લસણ જેવા પાકને ફાયદો થશે. 16,620 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થશે.
રાજકોટના ધોરાજીમાં આવેલા ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાતા ઘેડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સમાચાર ખેડૂતો માટે મોટી રાહત લઈને આવ્યા છે, કારણ કે લાંબા સમયથી પિયત પાણીની ચિંતાનો સામનો કરી રહેલા ખેડૂતોની મુશ્કેલી હવે દૂર થશે. ભાદર-2 ડેમમાંથી પાણી છોડવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના શિયાળુ પાકોને સીધો ફાયદો થશે. આ સિંચાઈના પાણીથી રાણાવાવ અને કુતિયાણા સહિત આશરે 1000 હેક્ટર જમીનના ખેડૂતોને લાભ મળશે. ઘેડ પંથક એવો સૂકો પ્રદેશ છે જ્યાં કુવાઓ કે બોરની સુવિધા નહિવત્ છે, જેના કારણે ખેડૂતો સિંચાઈ માટે ડેમના પાણી પર જ નિર્ભર રહે છે. સ્થાનિક ખેડૂતોના મતે ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લા 14 વર્ષથી પાંચ ડેમમાંથી પાણી છોડાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે અને મોટાભાગે તે માટે પૈસા ભરવામાં આવતા હતા, પરંતુ આ વખતે પાણી નિશુલ્ક છોડવામાં આવ્યું છે. આ માટે ખેડૂતોએ ધારાસભ્ય કાંધલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાદર-2 ડેમના ત્રણ દરવાજા ચાર-ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પરિણામે અંદાજે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણી ઉપલેટાથી લઈને ઘેડ વિસ્તાર સુધીના ગામડાઓમાં પહોંચશે. તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા માટે ગ્રામજનોને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. નીચાણ વાળા વિસ્તાર જેવાકે ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓમાં સિંચાઈ માટે લાભ થશે. આ નિર્ણયથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની આશા છે, અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો

