Surat: સુરતવાસીઓએ નવરાત્રીની સાથે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યકમની મજા માણી, જુઓ Photos
રાજ્યમાં અત્યારે નવરાત્રીનો માહોલ જામ્યો છે. દરેક શહેર અને ગામમાં નવરાત્રીમાં અવનવી રીતે ગરબા રમતા હોય છે. તેમજ ખાનગી પાર્ટી પ્લોટમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય છે.જ્યાં આયોજકો દ્વારા અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.તો સુરતમાં પણ લોકો નવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવી રહ્યા છે. સુરતમાં નગરપાલિકા આયોજિત નવરાત્રિ પર્વત્સવ નિમિત્તે ફુડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે.

સુરતમાં નવરાત્રી નિમિત્તે ગરબાની સાથે ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

સુરતના લોકો ખાવા પીવાના શોખીન છે. જેના પગલે નવરાત્રીમાં છેલ્લા 18 વર્ષથી સુરત મહાનગરપાલિકા ફૂડ ફેસ્ટિવલ આયોજન કરે છે 88 જેટલા સ્ટોલ લગાવવામાં આવે છે.

સુરતવાસીઓ નવરાત્રીમાં ખાણીપીણીની મજાની સાથે સાંસ્કૃતિક કાર્યો ક્રમની મજા પણ માણે છે. જેમાં ગરબા થી લઈને વિવિધ કલાકૃતિ રજૂ કરવામાં આવે છે.

નવરાત્રીમાં પાપડી ચાટ, કુલ્ફી,લોચો તેમજ મહિલાઓની અત્યંત પ્રિય પાણીપુરી, સાઉથ ઈન્ડીયન વાનગીઓ સહિતના સ્ટોલ લગાડવામાં આવ્યા છે.

આ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ 24 ઓક્ટોમબર સુધી આયોજન કરવામાં આવ્યુ છે. જેનો સમય સાંજે 6 થી 11 વાગ્યા સુધી ઉમરા પાર્ટી પ્લોટ ખાતે રહેશે. જેનું ભાડું 12000 રુપિયા છે.