AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગિરનાર પર્વત પર સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સુરક્ષા એક્શન પ્લાન જાહેર

Breaking News : ગિરનાર પર્વત પર સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સુરક્ષા એક્શન પ્લાન જાહેર

| Updated on: Jul 13, 2026 | 6:50 PM
Share

તાજેતરમાં ગિરનાર ખાતે સિંહ હુમલામાં બાળકના મૃત્યુ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ સિંહના હુમલા રોકવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહ હુમલાની ઘટનાઓ રોકવા માટે ગુજરાત સરકારે એક વ્યાપક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તાજેતરમાં જ ગિરનાર ખાતે સિંહ હુમલામાં એક 11 વર્ષના બાળકના મૃત્યુ બાદ વન વિભાગ હવે સક્રિય બન્યું છે. આ ઘટના બાદ વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ વન વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, સિંહના હુમલાને રોકવા માટે એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા મંથન કર્યું હતું.

આ એક્શન પ્લાન અંતર્ગત ગિરનાર પર્વતના સીડી વિસ્તારમાં 25 નવા ટ્રેકર નિયુક્ત કરવામાં આવશે, જે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરશે. આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં કાયમી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે જેથી યાત્રિકોની અવરજવર પર નજર રાખી શકાય. યાત્રાળુઓની અવરજવર અંગે એક માર્ગદર્શિકા બનાવાશે અને તેમની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) નક્કી કરવામાં આવશે.

સુરક્ષાના ભાગરૂપે, દાતાર વિસ્તારને કાયમી સાઇલેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. વન્ય પ્રાણીઓ પર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવશે, જેનાથી સિંહની ગતિવિધિઓ પર નજર રાખી શકાય અને માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓ અટકાવી શકાય. આ પગલાં ગિરનારના યાત્રાળુઓ અને સ્થાનિક વસ્તી બંને માટે સુરક્ષા સુનિશ્ચિત કરશે.

હાથીઓની સુરક્ષા માટે 360 ડિગ્રી CCTV અને ડેસિબલ મીટરની નવી સિસ્ટમ

Published on: Jul 13, 2026 06:38 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">