ગીર સોમનાથ: એક તરફ જર્જિરિત બ્રિજ, બીજી તરફ નદીના પટમાં મગરોનો આતંક, ઘટવાડ ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘટવાડ ગામમાં ગ્રામજનો બેવડા જોખમનો સામનો કરી રહ્યા છે. ગામને કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે સાથે જોડતો શિંગોડા કેનાલ પરનો બ્રિજ અંદરથી અત્યંત જર્જરિત બની ગયો છે. બ્રિજના નીચેના ભાગમાંથી સિમેન્ટ અને લોખંડના પોપડા ખસી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો […]
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘટવાડ ગામમાં ગ્રામજનો બેવડા જોખમનો સામનો કરી રહ્યા છે. ગામને કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે સાથે જોડતો શિંગોડા કેનાલ પરનો બ્રિજ અંદરથી અત્યંત જર્જરિત બની ગયો છે. બ્રિજના નીચેના ભાગમાંથી સિમેન્ટ અને લોખંડના પોપડા ખસી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
બીજી તરફ, ગામને અડીને વહેતી શિંગોડા નદીના પટમાં 20થી વધુ મગરો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દરરોજ સવારે અને સાંજે મગરો ખુલ્લામાં જોવા મળતા હોવાથી પશુપાલકો, ખેડૂતો અને સ્થાનિક લોકોમાં દહેશત વ્યાપી છે. ગામલોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક બ્રિજનું સમારકામ કરે અને મગરોના જોખમથી પણ લોકોને સુરક્ષા આપે.
Input Credit- Dilip Mori- Gir Somnath
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ, ઠેર-ઠેર ભરાયા પાણી
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
