Breaking News : ઝાપટપરા બન્યું ઈસ્લામપુરા! નામ બદલાતા રહીશોમાં આક્રોશ, જુઓ Video
પાટણના હારીજના એક વિસ્તારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિસ્તારનું નામ ઝાપટપરા થી તબદીલ થઈ ઈસ્લામપુરા કરવામાં આવતા રહીશોમાં આક્રોશ ફેલાયો છે. તેટલું જ નહીં રહીશોના મહત્વના તમામ ડોક્યુમેન્ટમાં પણ વિસ્તારના જૂના નામની જગ્યાએ નવા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને રહીશોને હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2-3 હેડલાઈન આપો
તમે એવું સાંભળ્યું હશે કે, કોઈ વિસ્તારનું નામ બદલાયું છે. પરંતુ હાલમાં તો એક એવી ઘટના સામે આવી છે. જેને સાંભળી અહી રહેતા લોકો તો જાણે ચિંતામાં મુકાય ગયા છે. કારણ કે, પહેલા જે વિસ્તાર હિન્દુ નામથી ઓળખાતો હતો તેનું નામ મુસ્લિમ કરી દેવામાં આવ્યું છે. ટુંકમાં જે વિસ્તાર ઝાપટપરા હતું તે આજે ઈસ્લામપુરાથી ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના શું છે.
પાટણના હારીજના એક વિસ્તારનું નામ જ બદલાઈ ગયું. વિસ્તારનું નામ આમ તો ઝાપટપરા હતું પરંતુ હાલમાં તે વિસ્તારનું નામ બદલાઈને ઈસ્લામપુરા થઈ જતા રહીશો અને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહી રહેતા લોકોનું માનવું છે કે તાજેતરમાં જ જ્યારે સરકારી તંત્ર દ્વારા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે તેમના વિસ્તારનું નામ જ બદલાઈ ગયુ છે. તેટલું જ નહીં વિસ્તારનું નામ બદલવા માટે કોઈ દ્વારા દરખાસ્ત કે ઠરાવ પણ કરવામાં આવ્યો નથી. તેમ છતાય વિસ્તારનું નામ બદલીને ઇસ્લામપુરા કેવી રીતે કરવામાં આવ્યું તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.
રાતો રાત નામ બદલતા લોકોમાં રોષ
કેમ કે, આ વિસ્તારમાં હિન્દુ ધર્મના લોકો કરતા મુસ્લિમ સમુદાયના લોકો વધારે છે. જેથી મુસ્લિમ સમુદાયના લોકોનો વસવાટ વધી ગયો હોવાથી વિસ્તારનું નામ બદલીને ઈસ્લામિક ધર્મ પર રાખવામાં આવ્યું હોય તેવો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં હિન્દુ ધર્મના લોકો જ વસવાટ કરતા હતા પરંતુ ધીમે ધીમે બહારથી મુસ્લિમ સમુદાયના લોકો ઝાપટપરા વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા અને વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા વધી ગઈ.
હારીજના ઝાપટપરા વિસ્તારનું નામ બદલી ઇસ્લામપુરા કરવામાં આવતા હવે વિવાદ પણ ઉભો થયો છે. કેમ કે હારીજના એક જ વિસ્તારનું નામ બદલવા માટે ન કોઈએ માંગણી કરી હતી કે ન તો કોઈ ઠરાવ કર્યો હતો કે ન તો કોઈ દરખાસ્ત કરવામાં આવી તેમ છતાય સરકારી કાગળ પર પણ વિસ્તારનું જૂનું નામ હટાવી ઇસ્લામપુરા કરવામાં આવ્યું. જેને લઈને સરકારી તંત્ર પર પણ અનેક સવાલો ઉભા થયા છે કે કયા દસ્તાવેજ આધારે રહીશોના મહત્વના દસ્તાવેજો પર પણ ઇસ્લામપુરા કરવામાં આવ્યું.
Breaking News : રેલવે મંત્રીએ ગુજરાતીઓ માટે આપી ગુડ ન્યુઝ, આ દિવસથી તમે બુલેટ ટ્રેનની મુસાફરી કરી શકશો અહી ક્લિક કરો
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
