AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે 'મોટો નિર્ણય', 'લાઈસન્સ' વગર શાળાએ 'ટુ-વ્હીલર' લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ - જુઓ Video

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ‘મોટો નિર્ણય’, ‘લાઈસન્સ’ વગર શાળાએ ‘ટુ-વ્હીલર’ લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ – જુઓ Video

| Updated on: Jul 13, 2026 | 4:52 PM
Share

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહામંડળે તમામ શાળાઓને અપીલ કરી છે કે, વધતા અકસ્માતો અટકાવવા માટે લાઈસન્સ વગર ટુ-વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ શાળાઓને એક મહત્વપૂર્ણ પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી છે. આમાં RTOના નિયમો, સતત વધતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને શાળાએ ટુ-વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરાઈ છે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઈસન્સ વગર શાળાએ ટુ-વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપવા માટે સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે.

આ પત્રમાં વધુમાં આદેશ અપાયો છે કે, જો કોઈ વિદ્યાર્થી ટુ-વ્હીલર લઈને આવે છે, તો તેના વાલીની લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આ સાથે જ શાળા દ્વારા સંબંધિત વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ પણ લેવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી છે.

મહામંડળ દ્વારા શાળાઓને શાળાના સમયે ટુ-વ્હીલર લાવતા આવા વિદ્યાર્થીઓ પર ચુસ્ત દેખરેખ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર પગલાં મુખ્યત્વે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અકસ્માતો અટકાવવાના હેતુથી લેવા માટે અનુરોધ કરાયો છે.

Ambalal Patel Big Announcement: અંબાલાલ પટેલ નહીં કરે હવામાન અંગેની આગાહી, આપ્યુ આ મોટુ કારણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">