Richest Hindu of Pakistan : પાકિસ્તાનનો સૌથી અમીર હિન્દુ કોણ ? તેની પાસે કેટલી સંપત્તિ છે, જાણો
દુનિયામાં એવા અનેક અમીર લોકો છે જેની કઈક અલગ જ ખાસિયત છે. 1996 માં ફેશન ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આ વયક્તિને પાકિસ્તાન અને દુનિયામાં તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે પાકિસ્તાનના અમીર હિન્દુ તરીકે જાણીતા છે.

પાકિસ્તાન નામ સાંભળતાં જ સૌથી પહેલા જે બાબતો ધ્યાનમાં આવે છે તે છે ગરીબી, ભૂખમરો, આતંકવાદ અને લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પરના અત્યાચાર. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે તાજેતરમાં 2023 માટેનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ ભારતના આ પડોશી દેશમાં આશરે 52 લાખ હિન્દુઓ છે.

પાકિસ્તાનમાં સૌથી વધુ હિન્દુઓ સિંધ રાજ્યમાં રહે છે, જ્યાં ફક્ત હિન્દુઓની વસ્તી લગભગ 49 લાખ છે. આજે, અમે તમને પાકિસ્તાનના સૌથી ધનિક હિન્દુ વિશે જણાવીશું. જાણો તે શું કરે છે અને તેની પાસે કેટલી મિલકત છે.

દીપક પરવાનીને પાકિસ્તાનનો સૌથી ધનિક હિન્દુ માનવામાં આવે છે. તેનો જન્મ 1974 માં મીરપુર ખાસમાં એક સિંધી પરિવારમાં થયો હતો. દીપક પરવાનીને વિશ્વના શ્રેષ્ઠ ફેશન ડિઝાઇનરોમાંના એક ગણવામાં આવે છે અને તે એક અભિનેતા પણ છે.

તેમની કારકિર્દી વિશે વાત કરીએ તો, દીપકે 1996 માં ફેશન ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને પાકિસ્તાન અને વિશ્વભરમાં અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ વિશ્વના સૌથી મોટા કુર્તા બનાવવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. દીપક પરવાનીએ ઘણી વિદેશી હસ્તીઓ સાથે પણ કામ કર્યું છે. તેમણે ભારતીય ગીતકાર જાવેદ અખ્તર અને તેમની પત્ની શબાના આઝમી સાથે પણ કામ કર્યું છે. દીપક પરવાનીએ તેમના ફેશન દ્વારા વિશ્વભરમાં પાકિસ્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે.

દીપક પરવાનીને પાકિસ્તાનના સૌથી ધનિક હિન્દુઓમાંના એક ગણવામાં આવે છે. 2022 માં મીડિયા અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ આશરે ₹71 કરોડ છે. તેમના પિતરાઈ ભાઈ, નવીન પરવાની, એક આંતરરાષ્ટ્રીય સ્નૂકર ખેલાડી છે અને ખૂબ પ્રખ્યાત પણ છે. નવીન પાસે આશરે ₹60 કરોડ (આશરે $600 મિલિયન USD) ની કુલ સંપત્તિ છે. તેમને પાકિસ્તાનના સૌથી ધનિક હિન્દુઓમાંના એક પણ ગણવામાં આવે છે.
‘ગરીબી મે આટા ગિલા’.. પાકિસ્તાનના 97,613 કરોડના “ઝોલ” પર ભડક્યું IMF, માંગ્યો એક એક રૂપિયાનો હિસાબ
