ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં આ પાંચ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે ખાસ નજર

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત ત્રણ મેચની વનડે સીરિઝ ઓસ્ટ્રેલિયા સામે રમશે. જેની પહેલી મેચ શુક્રવારે મોહાલીમાં રમાશે. પહેલી બે મેચમાં સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડયા નહીં રમે. અંતિમ મેચમાં તેઓ ટીમનો ભાગ હશે. આ ત્રણ મેચ બંને ટીમો માટે વર્લ્ડ કપ પહેલાની તૈયારી માટે શ્રેષ્ઠ સાબિત થશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ આ ત્રણ મેચમાં ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને અન્ય પ્રશ્નોનો જવાબ શોધશે. જેમાં વર્લ્ડ કપ ટીમમાં સામેલ ખેલાડીઓ પર ખાસ નજર રહેશે. ટીમમાં એવા પાંચ ખેલાડીઓ છે જે ફોર્મ, ફિટનેસ અને પોતાના સ્થાનને લઈ ચર્ચામાં છે જેમના પ્રદર્શન પર બધાની નજર ટકેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 10:55 PM
આ લિસ્ટમાં પહેલું નામ જસપ્રીત બુમરાહનું છે. આ સ્ટાર ફાસ્ટ બોલર માટે વર્લ્ડ કપ પહેલા ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. ટીમની ફાસ્ટ બોલિંગની કમાન તેના હાથમાં છે. તેણે હાલમાં જ સફળ કમબેક કર્યું છે અને તે સારી લયમાં પણ દેખાઈ રહ્યો છે. તેને સિનિયર ખેલાડીઓની સાથે આરામ આપવામાં આવ્યો નથી, એવામાં તેને વનડે મેચમાં વધુ પ્રેક્ટિસ મળી રહે તે માટે સારો આ સીરિઝ સારો વિકલ્પ છે.

1 / 5
શ્રેયસ અય્યર એક એવું નામ છે જેની ચર્ચા વર્લ્ડ કપ માટેની ટીમમાં હંમેશા જ કરવામાં આવી છે. તે વિરાટ કોહલી બાદ મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાનો સૌથી આધારભૂત બેટ્સમેન છે, પરંતુ તે ઈજાના કારણે લાંબા સમયથી ટીમથી બહાર છે, એવામાં તેનું ફિટ થવું અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે રન બનાવવું ખૂબ જ જરૂરી છે. તેના પ્રદર્શન પર બધાની નજર રહેશે.

2 / 5
સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી વનડે ફોર્મેટમાં તેના ખરાબ ફોર્મના કારણે પરેશાન છે. તેનામાં શોર્ટને ચારેય દિશામાં મજબૂત રીતે ફટકારવાની અદભૂત ક્ષમતા છે એમાં કોઈ શંકા નથી, પરંતુ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ પહેલા તેનું ખરાબ ફોર્મ ટીમ મેનેજમેન્ટની સાથે કોચ અને કેપ્ટન માટે પણ માથાનો દુખાવો બની ગયું છે. એવામાં વર્લ્ડ કપ ટીમમાં પ્લેઈંગ 11માં જગ્યા બનાવવા તેનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે.

3 / 5
એશિયા કપ ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરની અચાનક ટીમમાં એન્ટ્રી થઈ અને તે ફાઇનલ મેચમાં રમ્યો પણ, જેનો મતલબ એ થાય છે કે સુંદર કેપ્ટન રોહિતની વર્લ્ડ કપ ટીમની લિસ્ટમાં પહેલાથી હતો જ, પરંતુ 15 ખેલાડીઓમાં તેનું સ્થાન નિશ્ચિત હતું નહીં. હવે જો  અક્ષર પટેલની ઈજા ગંભીર સાબિત થશે તો તેના સ્થાને સુંદરની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ શકે છે. એટલે માટે તેનું આ સીરિઝમાં પ્રદર્શન કેવું રહે છે એના પર ટીમ મેનેજમેન્ટની ખાસ નજર છે.

4 / 5
આ લિસ્ટમાં સૌથી મોટું અને સૌથી ચર્ચિત નામ છે રવિચંદ્રન અશ્વિનનું. અશ્વિનની અંતિમ સમયે ટીમમાં એન્ટ્રી થઈ છે. તે સૌથી અનુભવી ખેલાડીઓમાં એક છે. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે તેને ત્રણેય મેચમાં તક મળશે એ લગભગ નક્કી છે. જો અશ્વિન આ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન મળી શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">