IPL 2024: કેપ્ટન ઈજાગ્રસ્ત થતા આ બ્રિટિશ ખેલાડીને મળી પંજાબની કપ્તાની, ભારતીય વાઈસ કેપ્ટન સાથે થયો અન્યાય!
IPL 2024માં આજે હોમ ટીમ પંજાબ અને મહેમાન ટીમ રાજસ્થાન વચ્ચે મેચ શરૂ થવા પહેલા પંજાબના ફેન્સને એકસાથે બે ઝટકા લાગ્યા હતા. ટીમનો રેગ્યુલર કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે બહાર થયો હતો તે પહેલો ઝટકો હતો. જોકે એનાથી મોટો ઝટકો એ હતો કે શિખરના સ્થાને ભારતીય વાઈસ કેપ્ટનની જગ્યાએ બ્રિટિશ ખેલાડીને પંજાબે કપ્તાની સોંપી હતી. મેચ શરૂ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે આ અંગે ચર્ચા શરૂ કરી હતી.

IPL 2024માં પંજાબ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મુકાબલા પહેલા પંજાબના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. મેચ પહેલા ટોસ માટે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન સાથે પંજાબના કેપ્ટન શિખર ધવનના સ્થાને સેમ કરન મેદાનમાં આવ્યો હતો. ત્યારે ફેન્સને જાણ થઈ કે શિખર ધવન ઈજાના કારણે આજની મેચમાં રમી રહ્યો નથી.

રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સે ઈજાગ્રસ્ત કેપ્ટન ધવનના સ્થાને ઈંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરનને ટીમની કપ્તાની સોંપી હતી. કરન ટોસ માટે મેદાનમાં આવ્યો હતો. સંજુ સેમસન સામે ટોસ હારી ગયો હતો અને રાજસ્થાને બોલિંગ પસંદ કરી અને પંજાબની પહેલા બેટિંગ આવી.

પહેલા બેટિંગ કરતા પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 70 રનમાં તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કેપ્ટન સેમ કરન પણ સામેલ હતો, જે બાદ જીતેશ શર્માએ બાજી સંભાળી હતી અને મહત્વપૂર્ણ 29 રન બનાવ્યા હતા.

મેચ દરમિયાન જીતેશ શર્મા અચાનક ટ્રેન્ડ થયો હતો. જેનું કારણ તેની આ ઈનિંગ નહીં પરંતુ તેની સાથે થયેલો અન્યાય હતો. જીતેશ પંજાબ કિંગ્સનો વાઈસ કેપ્ટન છે છતાં રેગ્યુલર કેપ્ટન ધવન ઈજાગ્રસ્ત થતા પંજાબે તેને કપ્તાની સોંપી નહીં અને સેમ કરનને કેપ્ટન બનાવ્યો.

સિઝન શરુ થવા પહેલા તમામ ટીમના કેપ્ટનના ફોટો સેશનમાં પણ પંજાબ તરફથી ધવનના સ્થાને જીતેશ શર્મા હાજર રહ્યો હતો. જીતેશ વિકેટ કીપર બેટ્સમેન તરીકે બંને રોલમાં સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે, છતાં જીતેશને તક ન આપી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને કેપ્ટન બનાવતા સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા હતા અને પંજાબના આ નિર્ણયની ટીકા કરી હતી.

































































