Breaking News : ભારતીય ક્રિકેટરના ઘરે કિલકારી ગુંજી, પત્નીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો જુઓ ફોટો
ક્રિકેટર નીતિશ રાણાના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમની પત્ની સચી મારવાહે જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી.ચાહકો ક્રિકેટરને શુભકામના પાઠવી રહ્યા છે.

ભારતીય ક્રિકેટર નિતીશ રાણાના ઘરે કિલકારી ગુંજી છે. તેમની પત્ની સાચી મારવાહએ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આ બંન્ને પુત્ર છે. આ ગુડન્યુઝ તેમણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમ માટે 3 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા નીતિશ રાણા આઈપીએલ 2025ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતા જોવા મળ્યો હતો.

નીતિશ રાણા અને સાચી મારવાહએ સાથે પોસ્ટ કરી આની જાણકારી આપી હતી. તેમણે કહ્યું 16 જૂનના રોજ સાચીએ જોડીયા પુત્રને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, નીતિશ રાણાએ 18 ફેબ્રુઆરી 2019ના રોજ સાચી સાથે લગ્ન કર્યા હતા. સાચી એક ઈન્ટીરિયર ડિઝાઈનર છે. તેમજ કોમેડિયન અભિષેક કૃષ્ણાની કઝિન બહેન છે.

ચાહકો તેમજ ક્રિકેટરો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.પંતની બહેને શુભકામના પાઠવતા લખ્યું કે, હું વચન આપું છુ કે, હું એવી ફઈ બનીશ. જેનું દરેક બાળક સપનું જુએ છે.વેંકટેશ ઐયર, પીયૂષ ચાવલા, રાહુલ તેવતિયા, રમણદીપ સિંહ વગેરે ક્રિકેટરોએ નીતિશને પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ચાહકો તેમજ ક્રિકેટરો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.પંતની બહેને શુભકામના પાઠવતા લખ્યું કે, હું વચન આપું છુ કે, હું એવી ફઈ બનીશ. જેનું દરેક બાળક સપનું જુએ છે.વેંકટેશ ઐયર, પીયૂષ ચાવલા, રાહુલ તેવતિયા, રમણદીપ સિંહ વગેરે ક્રિકેટરોએ નીતિશને પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા

જોડિયા બાળકોની માતા, સચી મારવાહ, વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેમના પિતા નીતિશ રાણા એક ક્રિકેટર છે. તેઓ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. IPL 2025 માં, વૈભવ સૂર્યવંશી અને નીતિશ રાણા બંને રાજસ્થાન ટીમ માટે ધમાલ મચાવતા જોવા મળ્યા હતા.

નીતિશ રાણાએ 161 થી વધારે સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. નીતિશ રાણાએ આઈપીએલમાં 11 મેચમાં 217 રન 2 અડધી સદી ફટકારી હતી.
મિત્રની બહેનને બનાવી જીવનસાથી, ક્રિકેટરની પત્ની ખૂબ જ સુંદર છે બોલિવુડ સાથે છે કનેક્શન અહી ક્લિક કરો
