KL Rahul: KL રાહુલ બની શકે છે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન, કરોડો રૂપિયાનો થશે વરસાદ!
કેએલ રાહુલ ગયા વર્ષે લખનૌથી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો, અને હવે એવા અહેવાલો છે કે તે ફરી એકવાર ટીમ બદલી શકે છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ શકે છે.

વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું અને હવે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નીકળી ગયો છે, પરંતુ તેના વિશે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર કેએલ રાહુલ તેની IPL ફ્રેન્ચાઈઝી બદલવાનો છે.

અહેવાલો અનુસાર કેએલ રાહુલ KKR સાથે વાતચીત કરી રહ્યો છે. તે ટીમને કેપ્ટનશીપ, ઓપનિંગ અને વિકેટકીપિંગ સહિત સંપૂર્ણ પેકેજ ઓફર કરી શકે છે.

શ્રેયસ અય્યરના ગયા પછી, KKRએ અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો, પરંતુ ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ ગઈ. હવે, આગામી સિઝનમાં રહાણેની કપ્તાની રહેશે તેવી શક્યતા ઓછી છે.

કેએલ રાહુલ હાલમાં દિલ્હી કેપિટલ્સ સાથે છે. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે તેને ₹14 કરોડમાં ખરીદ્યો હતો. રાહુલે ગયા સિઝનમાં લગભગ 54ની સરેરાશથી 539 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.

કેએલ રાહુલ દિલ્હી ટીમ છોડશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવા અહેવાલો છે કે ફ્રેન્ચાઈઝ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને તેની ટીમમાં ઉમેરી શકે છે. (PC : PTI / GETTY)
IPL 2026 માં કેએલ રાહુલ શાહરૂખ ખાનની ટીમમાં સામેલ થઈ શકે છે. કેએલ રાહુલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
