IPL 2025 : ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો! પોઈન્ટ ટેબલના ટોપ-2 માંથી બહાર થવાનો ખતરો
ગુજરાત લખનૌ સામે મેચ હારી ગયું છતાં પણ આ ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. ગુજરાતની ટીમના 18 પોઈન્ટ છે અને એક મેચ બાકી છે. RCB એ 12 મેચમાં 17 પોઈન્ટ મેળવ્યા છે અને તે બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સના 17 પોઈન્ટ છે અને તે ત્રીજા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સના 16 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે.

આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સની ટીમને લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ 33 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ગુજરાતના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો ત્યારબાદ પણ ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.

શુભમન ગિલે ગુજરાતની હારનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતે 15-20 રન વધારાના આપ્યા. ગિલના મતે, તે લખનૌને 210 સુધી મર્યાદિત રાખવા માંગતો હતો પરંતુ 210 અને 230 વચ્ચે મોટો તફાવત હતો.

આમ ગુજરાત ટાઈટન્સની ટીમને ટોપ-2માંથી બહારનો થવાનો ખતરો છે.કારણ કે, જો ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાનારી આગામી મેચમાં તે હારી જાય છે.

તેમજ પંજાબ કિંગ્સ અને આરસીબીની ટીમ પણ મેચ જીતી જાય છે. તો તેના માટે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેવું મુશ્કેલ થશે. આ કારણે લખનૌ વિરુદ્ધ તેમની મેચ જીતવી ખાસ જરુર હતી.

LSG વિરુદ્ધ મેચમાં ગુજરા ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો.

લખનૌએ પહેલા બેટિંગ કરી 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 202 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી શક્યા નહી.

ગુજરાત લખનૌ સામે મેચ હારી ગયું છતાં પણ આ ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. ગુજરાતની ટીમના 18 પોઈન્ટ છે અને એક મેચ બાકી છે. RCB એ 12 મેચમાં 17 પોઈન્ટ મેળવ્યા છે અને તે બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સના 17 પોઈન્ટ છે અને તે ત્રીજા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સના 16 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો