IPL 2023: સિઝનમાં 2 ગ્રુપ, 12 સ્ટેડિયમ, જાણો આઈપીએલના શેડ્યૂલને લઈ 5 મોટી વાતો
IPL 2023 Schedule: આગામી સિઝન માટેનુ શેડ્યૂલ જારી કરવામાં આવ્યુ છે. આ સાથે જ ચાહકોની ટૂર્નામેન્ટ શરુ થવાનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યુ છે.

IPL 2023 નુ શેડ્યૂલ જાહેર થવાની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી. હવે તે આતુરતાનો અંત આવી ચુક્યો છે. શુક્રવારે શેડ્યૂલ જારી કરવામાં આવ્યુ છે. શેડ્યૂલની 5 મોટી અને મુખ્ય વાતો પર એક નજર કરીશુ.

આઈપીએલ 2023ની શરુઆત આગામી 31 માર્ચથી થઈ રહી છે. જેની ફાઈનલ મેચ 28 મેના રોજ રમાનારી છે. પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થનારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ એમએસ ધોની અને ગુજરાત જાયન્ટ્સ ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા પાસે છે.

વર્ષ 2020 અને 2021 ની અડધી સિઝન ભારત બહાર યુએઈમાં રમાઈ હતી. જ્યારે અંતિમ સિઝન મુંબઈ અને પુણેમાં રમાઈ હતી. આ વખતે લીગ હવે તેના જૂના ફોર્મેટ મુજબ હોમ-અવેમાં રમાશે. લીગ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. જે મેચો અમદાવાદ, મોહાલી, લખનૌ. હૈદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, દિલ્લી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળામાં રમાનારી છે.

આગામી સિઝનમાં કુલ 74 મેચો રમાનારી છે. જેમાં 70 મેચ ગ્રુપ સ્ટેજમાં રમાનારી છે. જેના બાદ ત્રણય પ્લેઓફ અને ફાઈનલ મેચ રમાનારી છે.

તમામ 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. જેમાં ગ્રુપ A માં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્લી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ B માં ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે.

બે ગ્રુપમાં વહેંચાયેલી ટીમો લીગ સ્ટેઝમાં કુલ 14-14 મેચો રમશે. ત્યાર બાદ 3 પ્લેઓફ મેચ અને બાદમાં ફાઈનલ મેચ રમાશે.